________________
પટ
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત (૨) દ્રવ્યનિયમ–કુલ દ્રવ્ય અમુક સંખ્યા કરતાં વધારે
ન વાપરવાં. (૩) વિકૃતિનિયમ–છ વિગઈઓ પૈકી અમુક વિગઈ. - ત્યાગ કરે. (૪) ઉપાનહનિયમ–જેડાં–પગરખાં અમુક સંખ્યા કરતાં
વધારે ન વાપરવા. (૫) તંબાલનિયમ–આખા દિવસમાં અમુક સંખ્યા
કરતાં અધિક તબેલ-પાન વાપરવાં નહિ. (૬) વસ્ત્રનિયમ–અમુક સંખ્યા કરતાં વધારે વસ્ત્ર
વાપરવાં નહિ. (૭) પુષ્પાદિભેગનિયમ–જુદા જુદા હેતુથી વપરાતાં
પુનું પ્રમાણ નકકી કરવું, સુગંધિ દ્રવ્યને સુંઘ
વાનું પ્રમાણ નક્કી કરવું. (૮) વાહન નિયમ-રથ, હાથી, ઘોડા, ઊંટ, ગાડાં, ગાડી,
સગરામ, મેટર, રેલ્વે, વિમાન વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૯) શયનનિયમશય્યા વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૧૦) વિલેપનનિયમ–વિલેપન તથા ઉદ્દવર્તનનાં દ્રવ્યનું
પ્રમાણુ નક્કી કરવું. (૧૧) બ્રહાચર્યનિયમ – દિવસે અબ્રહ્મ સેવવાનું શ્રાવકને.
વજ્ય છે રાત્રિની યતન આવશ્યક છે. તેને લગતે
નિયમ કરો. (૧૨) દિગનિયમ–દિશાસંબંધી જે માપ આગળ રાખ્યું.
હેય તે વ્રતના સમય દરમિયાન ઘટાડવું. (૧૩) સ્નાનનિયમ–સ્નાનનું પ્રમાણ બાંધવું.