________________
વિશેષ ગૃહસ્થધમાં અથવા શ્રાવકનાં બાર વ્રત હોય છે અને સાપેક્ષપણે થતી હિંસાની યતના હોય છે.
સાધુઓ અને ગૃહસ્થનાં આ અહિંસાપાલનને સ્પષ્ટ તફાવત સમજાવવા માટે તેને વીસ વસા અને સવા વસા કહેવામાં આવે છે. સાધુઓ ત્રસ અને સ્થાવર બંનેની હિંસાને ત્યાગ કરે છે, માટે તે વીસ વસા. ગૃહસ્થ તેમાંથી ત્રસની હિંસાનો ત્યાગ કરે છે માટે તે દશ વસા. આ ત્રસ જીવોમાં પણ નિરપરાધીની હિંસા જ છેડી શકે છે અને સાપરાધીની યાતના હોય છે, એટલે બાકી રહ્યા પાંચ વસા. નિરપરાધીમાં પણ સંકલ્પના હિંસાને ત્યાગ અને આરંભની યતના હોય છે એટલે બાકી રહ્યા અઢી વસા. તેમાં પણ નિરપેક્ષને ત્યાગ અને સાપેક્ષની યતના હોય છે, એટલે બાકી રહ્યો સવા વસે. છતાં આટલું પાલન પણ ગૃહસ્થને માટે હિતાવહ છે. તેથી હૃદયમાં અહિંસા, દયા, કરુણા કે અનુકંપાને ઝરો વહેવા લાગે છે અને અનેક જીવને અભયદાન મળી શકે છે.
જૈન મહર્ષિઓ કહે છે કે – कल्लाणकोडिजणणी, दुरंतदुरियारिवग्गणिट्ठवणी । संसारजलहितरणी, एकच्चिय होइ जीवदया ॥
ક્રોડ કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારનાં દારુણ દુઃખેને નાશ કરનાર અને સંસારસમુદ્રને તારનાર
જીવદયા છે. (જીવદયા અને અભયદાન એ બે એક જ વસ્તુ છે.)
देविंदचकवट्टित्तणाई भोत्तूण सिवसुहमणंतं । पत्ता अणंतसत्ता अभयं दाऊण जीवाणं ॥