________________
૩૮
આદર્શ ગૃહસ્થ આવા સાપરાધીને ગૃહસ્થ તદ્દન જાતે કરી શકે નહિ, એટલે કે તેની સામે લડે અને તેને ગ્ય દંડ કે શિક્ષા આપે. વ્રતધારી રાજાઓ, મંત્રીઓ તથા દંડનાયકે આ રીતે શત્રુઓ સામે લડયા છે અને તેમણે દેશ, સમાજ તથા ધર્મની રક્ષા કરેલી છે. તેથી ગૃહસ્થને નિરપરાધી ત્રસ જીવેની હિંસાને ત્યાગ અને સાપરાધીની યતના હોય છે.
નિરપરાધી ત્રસ જીવેની હિંસા બે પ્રકારે થાય છે એક તે સંકલ્પથી એટલે ઈચ્છા કે ઈરાદાપૂર્વક અને બીજી આરંભથી એટલે જીવનની જરૂરીઆત માટે કરવી પડતી પ્રવૃત્તિથી. આ બે પ્રકારની હિંસામાંથી ગૃહસ્થને સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસ જીવની હિંસા કરવાને ત્યાગ અને આરંભની યતના હોય છે, ' નિરપરાધી ત્રસ જીવેની સંકલ્પના હિંસા બે પ્રકારે થાય છેઃ એક તે નિરપેક્ષપણે અને બીજી સાપેક્ષપણે. તેમાં કંઈ ખાસ કારણ વિના નિર્દય માર મારે કે બીજી રીતે દુઃખ ઉપજાવવું એ નિરપેક્ષપણે થતી હિંસા છે અને કારણવશાત બંધન, તાડન વગેરે કરવું પડે તે સાપેક્ષપણે થતી હિંસા છે. ગૃહસ્થ પિતાની આજીવિકા માટે હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે પશુઓ પાળે છે, તેને ઘણી વખત કારણવશાત્ તાડન વગેરે કરવું પડે છે. તે જ રીતે પુત્ર-પુત્રીઓને સુશિક્ષા આપવા માટે પણ તાડન-તર્જન કરવું પડે છે. તેથી ગૃહસ્થને નિરપરાધી વસ ની સંકલ્પપૂર્વક નિરપક્ષપણે થતી હિંસાને ત્યાગ