________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
૪૫ સિદ્ધ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે.”
પરદાર એટલે બીજાની સ્ત્રી. તેની સાથે ગમન કરતાં વિરમવાનું વ્રત તે પરદારાગમન વિરમણ–વત. સ્વદાર એટલે પિતાની સ્ત્રી. તેનાથી સંતેષ પામવાનું વ્રત તે સ્વદારા. સંતોષ-વ્રત. પરદા રાગમનવિરમણ વ્રત-કરતાં સ્વદારા સંતેષ-વ્રત વધારે ઉચ્ચ કેટિનું છે. પરદારાગમનવિરમણમાં કુંવારી કન્યાઓ, વિધવાઓ, રખાતે તથા વેશ્યા એના ત્યાગને સ્પષ્ટ સમાવેશ થતો નથી, જ્યારે સ્વદારા. . સંતેષમાં પિતાની સ્ત્રી સિવાય બધી જ સ્ત્રીઓને ત્યાગ હોય છે.
ગૃહસ્થને માટે સ્વદારાતેષ એ બ્રહ્મચર્ય . કહ્યું છે કે –
यस्तु स्वदारसन्तोषी, विषयेषु विरागबान् । गृहस्थोपि स्वशीलेन, यतिकल्पः स कल्प्यते ॥
જે પિતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે અને વિષયમાં વિરક્ત છે, તે ગૃહસ્થ હોવા છતાં પિતાનાં શીલથી સાધુના સરખે ગણાય છે.”
આ વ્રત લેનાર મોટી સ્ત્રીઓને માતા સમાન, સમવયસ્ક સ્ત્રીઓને ભગિની સમાન અને લઘુવયવાળી સ્ત્રીઓને પુત્રી સમાન લેખે છે, એટલે કે તેના સામી કુદષ્ટિ કરતું નથી.
પરદાર ગમનથી બંધનની પ્રાપ્તિ થાય છે, માર ખા પડે છે, જેલમાં જવું પડે છે અને તીણ શાથી ભેદાવું પડે છે. વળી તેથી ઘરની પરમ વૃદ્ધિ થાય છે અને આલેક-પરલેક બગડે છે, તેથી ગૃહસ્થ પિતાની સ્ત્રીથી જ સંતોષ માનવો જોઈએ.