________________
૪૮
આદર્શ ગૃહસ્થ છઠું દિક્પરિમાણ વ્રત
ગૃહસ્થ જીવનને સંતેષી-સુખી બનાવવા માટે જેમ પરિગ્રહનું પરિમાણ આવશ્યક છે, તેમ દિશાઓનું પરિમાણુ પણ આવશ્યક છે. જે એની મર્યાદા નક્કી કરેલી ન હોય તે ગમે ત્યાં અને ગમે તેટલે દૂર સુધી જવાનું દિલ થાય છે, અને તેથી જીવનમાં જે શાંતિ અને સ્થિરતાને અનુભવ થવું જોઈએ તે થતું નથી. તેથી શ્રાવકનાં વ્રતમાં તેને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
આ વ્રતથી પહેલા અને પાંચમાં અણુવ્રતના ગુણની પુષ્ટિ થાય છે.
સાધુઓને આવું કેઈ વ્રત નથી, ગૃહસ્થને કેમ?” એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સાધુઓ તે પંચમહાવ્રતધારી છે, એટલે સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગી છે, તેથી ગમે તેટલે દૂર જાય તે પણ આરંભ સમારંભ કરે નહિ. જ્યારે ગૃહસ્થ તે સ્થૂલ વ્રતધારી છે, એટલે દિશાની મર્યાદા ખુલ્લી હોય તે ત્યાં જઈને આરંભ-સમારંભ કરી શકે છે, તેથી તેને દિક્પરિમાણની આવશ્યકતા છે.
આ વ્રતથી ઊંચે, નીચે તથા તિર્ય દિશાઓમાં કેટલા અંતરથી વધારે દૂર ન જવું તેનું માપ નક્કી કરવામાં આવે છે. તેથી જે વધારે અંતર સુધી જવામાં આવે તે આ વ્રતનો ભંગ થાય છે અને ભૂલથી જવાયું હોય તે અતિચાર લાગે છે.
આ વ્રતના પાંચ અતિચારે નીચે મુજબ જાણવા પણ આચરવા નહિ. ૧ ઊર્વપ્રમાણતિક્રમ, ૨ અધઃ