________________
૫૬
આદર્શ ગૃહસ્થ
નામને અતિચાર છે. કર્કશ કે અન્ય દેષવાળાં વચને બેલવાં તે વચનદુષ્મણિધાન નામને અતિચાર છે. સામાન્ય યિક લેતી વખતે ભૂમિ પ્રમાર્યા વિના બેસવું કે બેઠા પછી હાથ પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતુહલ વશાત્ ઊભું થઈ જવું કે ઈસાર અર્થાત્ હાથ પગ વગેરેની નિશાનીઓ દેખાડવી તે કાયદુપ્પણિધાન નામને અતિચાર છે. સામા યિકને બેઘડી સુધીનો સમય પૂરા થવા ન દે કે સામાયિક જેમ તેમ પૂરું કરવું, એ અનવસ્થાન નામને અતિચાર છે અને સામાયિક કયારે લીધું હતું અથવા તે કયારે પૂરું થાય છે? વગેરે ભૂલી જવામાં આવે તે સ્મૃતિવિહીનત્વ નામને અતિચાર છે. દશમું દેશાવકાશિક વ્રત
દિક્પરિમાણવ્રત વડે નિયત કરેલી મર્યાદામાંના કે કઈ પણ વ્રત સંબંધી કરવામાં આવેલા સક્ષેપ પિકીન એક ભાગને દેશ કહેવાય છે. તેમાં અવકાશ કરે એટલે અવસ્થાન કરવું અર્થાત્ તે ભાગને જ નિયમ રાખો, એનું નામ દેશાવકાશ. તે સંબંધી જે વ્રત તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તેનું પાલન એક મુહૂર્તથી માંડીને સંપૂર્ણ અહરાત્રિ, બે પાંચ દિવસ કે તેથી પણ વધારે સમય માટે એક શય્યા, એક મકાન કે એક મહેલા વગેરેને નિયમ કરવાથી તથા પ્રતિદિન નીચેના ચૌદ નિયમો ધારણ કરવાથી થઈ શકે છે. - (૧) સચિત્તનિયમ–સચિત્ત દ્રવ્ય અમુક પ્રમાણથી
વધારે ન વાપરવાં.