________________
વિશેષ ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
એ આહાર કરે તે દુષકવાહાર ભક્ષણ નામને પાંચમે અતિચાર લાગે. - (૧) જે અંગારકર્મ કરે એટલે જેમાં અગ્નિનું વિશેષ પ્રયોજન પડે તે ધધ કરે, (૨) જે વનકર્મ કરે એટલે વનને લગત-વનસ્પતિઓને કાપીને વેચવાને ધંધે કરે, (૩) જે શકટકર્મ એટલે ગાડાં બનાવીને વેચવાને બંધ કરે, (૪) જે ભાટકકમ એટલે પશુઓ વગેરે ભાડે આપવાનું બંધ કરે, (૫) જે સ્ફોટકકર્મ એટલે પૃથ્વી તથા પત્થરને ફડવાને બંધ કરે, (૬) જે દંતવાણિજ્ય એટલે હાથીદાંત વગેરેને વેપાર કરે, (૮) જે રસવાણિજ્ય એટલે દૂધ, દહીં, ઘી, તેલ વગેરેને ધંધે કરે, (૯) જે કેશવાણિજ્ય એટલે મનુષ્ય તથા પશુને વેપાર કરે, (૧૦) જે વિષવાણિજ્ય એટલે ઝેર અને ઝેરી પદાર્થો વેચવાને બંધ કરે, (૧૧) જે યંત્રપીલન એટલે અનાજ, બીયાં તથા ફળફૂલ પીલી આપવાનું કામ કરે, (૧૨) જે નિર્લી છનકર્મ એટલે પશુઓનાં અંગેને છેદવાં, ડામ દેવા વગેરેનું કામ કરે, (૧૩) જે દવદાનકર્મ એટલે વન, ખેતર વગેરેને આગ લગાડવાનું કામ કરે, (૧૪) જે જલશોષણકર્મ એટલે સરોવર, તળાવ તથા ધરા વગેરે સૂકવવાનું કામ કરે અને (૧૫) જે અસતીપોષણ એટલે કુલટા કે વ્યભિચારી સ્ત્રીઓને પોષવાનું કે હિંસક પ્રાણીઓને ઉછેરી તેને વેચવાનું કામ કરે તે કર્મ સંબંધી અતિચાર લાગે. આ રીતે સાતમા વ્રતમાં પાંચ તથા પંદર મળી કુલ વીસ અતિચાર લાગે છે.