________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત
४७ મેટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પરિગ્રહના મમત્વ રૂપી ભારથી પ્રાણીઓ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબી જાય છે, માટે પરિગ્રહને ત્યાગ કરે. ઘણે પરિગ્રહ એકઠા કરનાર મનુષ્યને વિષયરૂપી ચારે લૂંટી લે છે, કામરૂપ અગ્નિ બાળે છે અને વનિતારૂપી શિકારીઓ તેના માર્ગનું રુંધન કરે છે. ટૂંકમાં પરિગ્રહ એ પાપનું મૂળ છે, તેથી તે અવશ્ય છોડવા યંગ્ય છે.
પિતાના થકી ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (મકાન), રૂપું, એનું, રાચરચીલું, દ્વિપદ (કરચાકર) અને ચતુષ્પદ (ઢોરઢાંખર) હોવા એ પરિગ્રહ કહેવાય છે.
ગૃહસ્થ આ પરિગ્રહને સશે ત્યાગ કરી શકે નહિ, કારણ કે વ્યવહારમાં ડગલે ને પગલે ધનાદિની જરૂર પડે છે અને તેનાથી ભિક્ષા માગી શકાતી નથી. પરંતુ તે પિતાની જરૂરી આતે ઓછી કરીને તથા ધનાદિ પરનું મમત્વ ઘટાડીને પરિગ્રહનું પરિમાણ કરી શકે છે, અર્થાત્ તેની મર્યાદા આંધીને સંતેષી–સુખી જીવન ગાળી શકે છે.
જે પરિમાણ કરતાં ધનાદિની વૃદ્ધિ થાય તે તેને સન્માગે વ્યય કરી નાખ જોઈએ. જો એમ ન કરતાં એક યા બીજાં બહાને તેનાં પ્રમાણનું અતિક્રમણ થવા દેવામાં આવે તે અતિચાર લાગે. જેમ કે ૧ ધનધાન્યપ્રમાણાતિક્રમણ, ૨ ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમણ, ૩ રોપ્યસુવર્ણ પ્રમાણતિક્રમણ, ૪ કુમ્રપ્રમાણતિક્રમણ, (કુષ્ય એટલે અન્ય ધાતુ કે રાચરચીલું). અને ૫ દ્વિપદચતુષ્પદ પ્રમાણતિક્રમણ.