________________
૩૬
આદર્શ ગૃહસ્થ
(૧૧) પષધ-વ્રત. (૧૨) અતિથિસંવિભાગ-ત્રત.
આ વતેમાંથી પહેલાં પાંચ અણુવ્રત કહેવાય છે, કારણ કે મહાવ્રતની અપેક્ષાએ તે ઘણાં નાનાં છે. પછીનાં ત્રણ એટલે છઠું, સાતમું અને આઠમું ગુણવ્રત કહેવાય છે, કારણ કે તે અણુવ્રતને ગુણકારી છે, ઉપકારક છે, પુષ્ટિ કરનારાં છે. છેવટનાં ચાર એટલે નવમું, દશમું, અગિયા૨મું અને બારમું શિક્ષાત્રત કહેવાય છે, કારણ કે તે મન, વચન અને કાયાને નિયમમાં રહેવાની શિક્ષા-તાલીમરૂપ છે. આ બારે વ્રતથી ક્રમશઃ પરિચિત થઈએ. પહેલું લખાણુતિપાત-વિરમણવ્રત,
“આપણને દુખ ગમતું નથી, તેમ બીજા અને પણ દુઃખ ગમતું નથી; આપણને જીવવું પ્રિય છે, તેમ બીજી ને પણ જીવવું પ્રિય છે તેથી કંઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ.” એ જૈન મહર્ષિઓને મુખ્ય ઉપદેશ છે. હિંસાને તેમણે ઘેર પાપ કહ્યું છે. તેમાંથી શક્તિ મુજબ બચવા માટે આ પહેલું વ્રત ધારણ કરવામાં આવે છે.
પાંચ ઈદ્રિય, કાયબળ, વચનબળ, મને બળ, શ્વાસછુવાસ અને આયુષ્ય એ દશને પ્રાણ કહેવામાં આવે છે. તેમાંના કેઈ પણ પ્રાણને અતિપાત કરે, એટલે નાશ કરે તે પ્રાણાતિપાત. તાત્પર્ય કે કઈ પણ પ્રાણીને જાનથી મારવામાં આવે, તેનાં અંગોપાંગ છેદવામાં આવે કે તેને દુઃખ અથવા પીડા ઉપજાવવામાં આવે છે તે પ્રાણાતિપાત