________________
આદર્શ ગૃહસ્થ
આ પ્રતિજ્ઞા જીવનપર્યંત પાળવાની હોય છે. તેનું પાલન કરતાં જે શકા, કાંક્ષા, વિચિકિત્સા, કુલિંગીપ્રશ’સા કે કુલિંગીસંસ્તવનું સેવન કરવામાં આવે તે સમ્યકત્વમાં અતિચાર લાગે છે, મલિનતા આવે છે, તેથી વ્રતધારી શ્રાવકે તેમાંથી અવશ્ય ખચવું જોઇએ.
૩૪
શ્રી જિનેશ્વર ભગવતે ધર્મની જે પ્રરૂપણા કરી છે, તે સાચી હશે કે કેમ?? આવી શંકા કરવી તે શંકા નામના પ્રથમ અતિચાર છે. અન્ય મતવાળાઓના બહારના ભપકા જોઈને કે તેમની ક્રિયામાં સરલતા જોઈને તેની અભિલાષા, ઈચ્છા કે કાંક્ષા કરવી, એ કાંક્ષા નામના બીજો અતિચાર છે, એક વસ્તુ હિતકારી હોય, સુંદર લને આપનારી હોય, છતાં એવા વિચારો કરવા કે તે હિતકર હશે કે કેમ ? અથવા સુંદર ફૂલને આપનારી હશે કે કેમ ? તા એ વિચિકત્સા કરી કહેવાય. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ તેને માટે મતિવિભ્રમ શબ્દના પ્રયાગ કર્યો છે. અહીં જૈન ધમ તા સારા છે, પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહિ ? કારણ કે ખેતી વગેરેમાં અને જાતનાં પરિણામેા જોઇ શકાય છે, એટલે તેનું ફળ મળે પણ ખરુ અને ન પણ મળે' એવી વિચારણા કરવી એ વિચિકિત્સા છે. તેમજ ત્યાગી મુનિએનાં શરીર કે વાદ્વિપર મેલ દેખી દુગછા કરવી એ પણ ત્રીજો અતિચાર છે.
"
જે ત્યાગી અને મુમુક્ષુ હોવા છતાં જીવનચર્યા તેને અનુસાર રાખતા નથી, તે કુલિંગી કે મિથ્યાત્વી કહેવાય છે.