________________
વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં બાર વતે જૈન મહર્ષિઓએ આ પ્રમાણે આપે છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवना
दतोऽपि तं श्रावकभाहुरुत्तमाः ॥
જે પદાર્થોનાં ચિંતનથી એટલે નવતત્વનાં ચિંતનથી શ્રદ્ધાને પાકી કરે, પાત્રમાં નિરંતર ધન વાપરે, સુસાધુ એની સેવા કરીને પાપને કાપી નાખે, તેને પણ ઉત્તમ પુરુષોએ શ્રાવક કહ્યો છે.”
અક્ષર પ્રમાણે અર્થ કરીએ તે “શ્રા? એ શ્રદ્ધાને સૂચક છે, “વ” એ વિવેકને સૂચક છે અને “ક” એ ક્રિયાને સૂચક છે. આ રીતે જે ગૃહસ્થ શ્રદ્ધા, વિવેક અને ક્રિયાથી યુક્ત હોય તેને શ્રાવક કહેવાય. આજે જૈન ધર્મના અનુયાયી કેઈ પણ ગૃહસ્થને શ્રાવક કહેવામાં આવે છે, તે એને રૂઢ અર્થ છે. સમ્યકત્વની ધારણું
જે મૂળ હેય તે જ થડ ટકી શકે અને ડાળાડાંખળીને વિસ્તાર થાય, તેમ સમ્યકત્વ હોય તે જ વ્રત ટકી શકે અને વિશેષ ધર્મને વિસ્તાર થાય, તેથી પ્રથમ ધારણ સમ્યકત્વની કરવામાં આવે છે અને બાર વ્રતને સમ્યકત્વમૂલ કહેવાય છે.
સમ્યકત્વની ધારણા કરતી વખતે શ્રી અરિહંત ભગવંત એ જ મારા દેવ છે, સુસાધુ એ જ મારા ગુરુ છે અને જિનાએ કહેલો ધર્મ એ જ મારે પ્રમાણ છે, એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે.