________________
વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વત
૩૫ તેમની પ્રશંસા કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને સમ્યકત્વ ઢીલું પડે છે, તેથી કુલિંગી પ્રશંસાને થે અતિચાર માનવામાં આવ્યું છે.
કુલિંગી સાથે કેમિથ્યાત્વીઓના અતિ પરિચયમાં રહેવાથી પણ સમ્યકત્વમાં શિથિલતા આવે છે, એટલે કુલિંગીસંસ્તવ અર્થાત્ કુલિંગીપરિચયને પાંચમે અતિચાર માનવામાં આવ્યું છે. વ્રતધારી શ્રાવક આ અતિચારનું સેવન કરે નહિ એટલે કે તેમની સાથે જ રહેવું, સાથે જ ભજન, કરવું, સાથે જ ફરવા જવું વગેરે ક્રિયાને ત્યાગ કરે અને સમ્યકત્વધારીઓના સંગમાં રહેવાનું જ પસંદ કરે. બાર વતાનાં નામ
સમ્યકત્વધારી શ્રાવકે જે બાર વ્રતે ધારણ કરવા એગ્ય છે, તેનાં નામે આ પ્રમાણે જાણવા –
(૧) સ્થૂલપ્રાણાતિપાત-વિરમણવ્રત. (૨) સ્થૂલ મૃષાવાદ-વિરમત-ત્રત. (૩) સ્થૂલ અદત્તાદાન-વિરમણવ્રત. (૪) સ્કૂલમૈથુન-વિરમણ-ત્રત. (૫) પરિગ્રહ પરિમાણુ-વ્રત. (૬) દિક્પરિણામ-વત. (૭) ભેગે પગપરિમાણુવ્રત. (૮) અનર્થદંડ-વિરમણવ્રત. (૯) સામાયિક-વ્રત. (૧૦) દેશાવકાશિક–વ્રત.