________________
આદર્શ ગૃહસ્થ
ચારથી વિરુદ્ધ વર્તાવ હાંસીપાત્ર બને છે, એટલે દેશ અને કાળથી વિરુદ્ધ પરિચર્યા રાખવી એગ્ય નથી.
(૩૧) પઢાવવવાળ-બલાબલ વિચારીને કામ કરવું. અર્થાત્ પિતાનાં શારીરિક, માનસિક, આર્થિક વગેરે બળે પહોંચતા હોય તે કામ શરુ કરવું અને એ બળે ન પહોંચતા હોય તે કામ શરુ ન કરવું. શારીરિક બળ પહોંચતું ન હોય અને કામ ઉપાડવામાં આવે તે તબિયત લથડે છે અને મોટી માંદગી ખાવી પડે છે. માનસિક બળ પહોંચતું ન હોય તે કામ ઉપાડયા પછી અનેક જાતના છબરડા વળે છે અને નિરાશા ઉપજે છે. આર્થિકબળ પહોંચતું ન હોય તે આદરેલું કામ અધૂરું રહે છે અને એ સ્થિતિમાં તેને છેડી દેતાં નુકશાન વેઠવું પડે છે, તેમજ અપકીર્તિ થાય છે. તે જ રીતે લાગવગનું બળ પહેચતું ન હોય તે કાર્યની સિદ્ધિ થતી નથી,
(૩૨) થથા ઢોલાયાત્રા-લોકલાગણી ધ્યાનમાં રાખીને વર્તવું. જે મનુષ્ય કલાગણી જીતનમાં રાખીને વર્તે છે, તે લોકેની પ્રીતિ સંપાદન કરે છે અને તેથી વ્યાવહારિક કાર્યોમાં સફળતા મેળવે છે. જ્યારે કલાગણી સ્વદેશી વસ્તુઓ વાપરવાની તરફેણમાં હતી, ત્યારે સ્વદેશીની ચળવળમાં ઝંપલાવનારે મોટું નામ પેદા કર્યું અને તેમાંથી ખૂબ લાભ ઉઠાવ્યું. તે જ રીતે જ્યારે લોકલાગણી અંગરે જેની વિરુદ્ધ હતી, ત્યારે તેને મદદ કરનારાઓ દેશદ્રોહીઓને ઈલ્કાબ પામ્યા અને તેમને અનેક રીતે સહન કરવું પડ્યું. આ પ્રમાણે સર્વ બાબતમાં સમજી લેવું.