________________
આદશ ગૃહસ્થ
૧૪
સાથે વિષય ભાગવવાની દુષ્ટ ઈચ્છા. ક્રોધ એટલે પેાતાને તથા પારકાને નુકશાન પહેાંચાય તેવા હૃદયના રાષ કે ગુસ્સા, ઢાલ એટલે છતી શક્તિએ દાન ન આપવું કે વિના કારણે ખીજાની પાસેથી ધન લેવાની ઈચ્છા રાખવી. માન એટલે દુરાગ્રહે ચડવું કે વ્યાજખી વચન સ્વીકારવું નહિ. મદ એટલે કુલ, ખલ, જાતિ, ધન, વિદ્યા, રૂપ વગેરે આખતમાં પેાતાને ઉચ્ચ માની બીજાને હલકા પાડવા. હુ એટલે થાડા લાભ મળ્યે ફૂલાઈ જવુ કે અનથકારી કાર્યાં કરીને ખુશ થવુ.
(૫) ન્દ્રિયાળાં નથઃ ઇન્દ્રિયાને કાબૂમાં રાખવી. જેની ઇન્દ્રિયા કાબૂમાં કે વશમાં નથી, તે અનેક પ્રકારનું દુઃખ પામે છે અને વખતે પ્રાણ પણ ગુમાવે છે. તે મામ તમાં શાસ્ત્રકારોએ હાથી, મત્સ્ય, ભ્રમર, પતંગ અને સાપનાં જે ઉદાહરણા આપ્યાં છે, તે અહીં વિચારણીય છે.
હાથી સ્પસુખની અધિક કામનાવાળા છે, એટલે હાથણીને જોઈ તેના સ્પર્શ કરવા દોડે છે. તેના આ સ્વભાવ જાણીને હાથી પકડનારાએ જંગલમાં એક ખાડા ખાઢે છે, તેના પર વાંસ વગેરે મૂકી તેને પાંદડાંથી ઢાંકે છે અને તેની એક બાજુ બનાવટી હાથણી ઊભી રાખે છે. આ હાથણીને શ્વેતાં હાથી દાડતા આવે છે અને પેલા ખાડામાં પડી હાથી પકડનારાઓના હાથમાં જાય છે. આ રીતે સ્પર્શસુખની અધિક કામનાથી તે સ્વતંત્ર મટી પરતંત્ર થાય છે અને અનેકવિધ યાતનાએ ભાગવે છે. મત્સ્ય એટલે માછલું. તે રસલાલસાને લીધે કાંટા પર રહેલા