________________
આદર્શ ગૃહસ્થા ઉતરી જાય છે. આ પ્રમાણે જીવનની અનેક પ્રકારની ગડમથલમાં મનુષ્ય જુદાં જુદાં પાપોનું આચરણ કરે છે, પણ તે જ ધર્મ સાંભળે તે એ પાપમાંથી પાછા હઠવાની પ્રવૃત્તિ કરી શકે છે અને ધર્મપરાયણ બની આદર્શ જીવન ગાળી શકે છે.
(૨૩) –દયાળુ થવું. કેઈનાં દુઃખે દુખી થવું અને તેને દુઃખમાંથી બચાવવાની ભાવના રાખવી તે દયા કહેવાય છે. આપણે શું?” “એનાં કર્યા એ ભગવશે.”
એવા તે ઘણાય આવે, બધાને શી રીતે મદદ કરીએ?” વગેરે વિચારથી પ્રેરાઈને દુઃખીઓની ઉપેક્ષા કરવી કે તેમને તિરસ્કાર કરે, એ એક પ્રકારની અધમતા છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે –
દયા ધર્મ કે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાન,
(૨૪) વૃદ્ધિથ–બુદ્ધિના આઠ ગુણનું સેવન કરવું. ૧ શુશ્રષા-તાવ સાંભળવાની ઈચ્છા. ૨ શ્રવણતત્વ સાંભળવું. ૩ ગ્રહણ-સાંભળેલું ગ્રહણ કરવું. ૪ ધારણગ્રહણ કરેલાને ભૂલવું નહિ. ૫ ઊહ–જે અર્થ ગ્રહણ કર્યો તેને અન્વયથી વિચારે, અર્થાત્ તે શી રીતે સંગત બને તે દાખલા દલીલથી વિચારવું. ૬ અપહ-તેજ અર્થને વ્યતિરેકથી વિચારે, અર્થાત્ એના અભાવમાં કેવી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તે યુક્તિ-દષ્ટાન્તથી જેવું. ૭ અર્થવિજ્ઞાનજમાદિ દોષ રહિત અર્થનું જ્ઞાન અને ૮ તત્વજ્ઞાન-અર્થને નિશ્ચિત બેધ. એ બુદ્ધિના આઠ ગુણ કહેવાય છે. તેનું