________________
સામાન્ય ગૃહસ્થ ધર્મ
૨૭૪ સેવન કરવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. “જીવનનું
ય” નામક નિબંધમાં આ ગુણ પર વિસ્તારથી વિવેચન કરેલું છે, તે પાઠકોને યાદ હશે.
(૨૫) ગુખોપુ ક્ષત—ગુણને પક્ષપાત કર. ક્ષમા,. નમ્રતા, સરલતા, સંતેષ, ઉદારતા, દાક્ષિણ્ય, ધૈર્ય, પવિત્રતા, ધર્મપરાયણતા વગેરે ગુણે ગણાય છે. તેને પક્ષપાત . કરે, એટલે તેની પ્રશંસા કરવી. તાત્પર્ય કે જેનામાં આવા. ગુણે હોય તેમની પ્રશંસા કરવી, તેમને સત્કાર કરવો અને તેમનાં કાર્યમાં બનતી સહાય આપવી, એ આદર્શ ગૃહસ્થનું કર્તવ્ય છે.
(ર૬) રવાડનમિનિ –હમેશા અદુરાગ્રહી બનવુંપિતાની વાત છેટી જણાય છતાં ન છેડવી અથવા બીજાને પરાભવ કરવાની બુદ્ધિથી અન્યાયયુક્ત કાર્ય કરવું એ દુરાગ્રહ છે. આ દુરાગ્રહ સેવવાથી ગૃહસ્થ પિતાની સજજનતા ગુમાવે છે અને ધર્મથી ચુત થાય છે. જેને કઈ પણ પ્રકારને દુરાગ્રહ નથી, તેજ મનુષ્ય ધર્મ પામી શકે છે, એમ જાણીને હંમેશા અદુરાગ્રહી થવું.
(૨૭) વિશેષશાનમવદ–વિશેષજ્ઞ થવું. જે મનુષ્ય કઈ પણ વસ્તુના ગુણદોષ બરાબર સમજી શકે છે, તે વિશેષજ્ઞ કહેવાય છે. આ વિશેષજ્ઞ મનુષ્ય બનતાં સુધી કેઈથી છેતરાતા નથી, એગ્યની યોગ્ય કદર કરી શકે છેઅને અનેક વખત ઉપયોગી થઈ પડે છે. તેથી વિશેષજ્ઞ થવું એ આદર્શ ગૃહસ્થમાટે અત્યંત આવશ્યક છે.