________________
સામાન્ય ગૃહસ્થ ધર્મ
ન હેવું જોઈએ, કારણ કે તેથી ધન અને કુલસ્ત્રીઓ વગેરેની રક્ષા થઈ શકે નહિ.
આ રીતે સારા પાડોશમાં, શુદ્ધ ભૂમિ પર અતિ ગુપ્ત પણ નહિ અને અતિ પ્રકટ પણ નહિ, તેમજ ઘણાં દ્વારા વિનાનું ઘર ધર્મનું પિષક બને છે, માટે તેનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે.
(૮) મીરા–પાપથી ડરતાં રહેવું.
આપણે સર્પની નજીક જતા નથી, કારણ કે તેમ કરતાં સર્પદંશ થવાનો ભય રહે છે અને તેથી પ્રાણહાનિને સંભવ છે. આપણે અગ્નિની નજીક પણ જતા નથી, કારણ કે તેમ કરતાં તેની ઝાળ આપણું કપડે અડી જવાને ભય રહે છે અને તેથી આપણે સળગી ઊઠીએ તે સંભવ છે. આપણે વિશ્વની નજીક પણ જતા નથી, કારણ કે કેટલાંક વિષે સ્પર્શ માત્રથી પણ પ્રાણનો નાશ કરનારાં હોય છે. આ કારણે આપણે તે બધાથી ડરીને ચાલીએ છીએ અને તે જ આપણા પ્રાણની રક્ષા કરી શકીએ છીએ.
આ રીતે પાપને પણ અત્યંત હાનિકર માની તેનાથી ડરતા રહીએ તે જ આપણે પાપથી બચી શકીએ.
પાઈમાં શું? ” “પૈસામાં શું?” એમ માનીને જુગારની નજીક જનારા આખરે પિતાની તમામ મિલકત હારી જાય છે અને રસ્તાના રઝળતા ભીખારી થાય છે. આજ પેન ચોરી, કાલે પૈસે ચોર્યો, એ રીતે ચેરીની નજીક જનાર આખરે મહાન ચાર બને છે અને લાજઆબરૂના નાશ સાથે અનેક જાતની શિક્ષા પામી ભયંકર દુખ ભેગવે છે.