________________
સામાન્ય ગૃહસ્થધમ
માંસને ટુકડે ખાવા દેડે છે અને તે કાંટે તેનાં ગળામાં ભેંકાતાં પ્રાણ ગુમાવે છે. ભ્રમર સુગધની આસક્તિએ કમળમાં પડયો રહે છે અને હાથીએ એ કમળને મુખમાં પધરાવતાં મૃત્યુને શરણ થાય છે. પતંગ રૂપની લાલસાએ દીવાની તમાં ઝંપલાવે છે અને બળીને ખાખ થઈ જાય છે. સાપ શબ્દશ્રવણની લાલસાએ મેરલીના નાદથી ડેલવા માંડે છે અને મદારીના હાથે પકડાઈ જાય છે. પછી આખું જીવન કરંડિયામાં પરાધીનપણે વીતાવવું પડે છે. આ રીતે એક એક ઇંદ્રિય કાબૂમાં નહિ રાખવાથી ભયંકર પરિણામ આવે છે, તે જેની પાંચે ઇઢિયે કાબૂમાં ન હોય તેનું કહેવું જ શું?
(૬) કાજુતરાનવિવર્ઝન—ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરે. શત્રુની ચડાઈથવાથી, બળો જાગવાથી, રોગચાળો ફાટી નીકળવાથી, દુકાળથી, અતિવૃષ્ટિથી કે એવાં જ બીજાં કઈ કારણેએ જે સ્થાન ઉપકવવાળું બન્યું હોય તેને ત્યાગ કરે. હઠ કરીને એવાં સ્થાનમાં પડયા રહેતાં સર્વસ્વ ગુમાવવાનો પ્રસંગ આવે છે.
(७) सुपातिवेश्मिके स्थानेऽनतिप्रकटगुप्तके । अनैकનિમદા વિનિવેરાનમ્ સારા પાડોશવાળા સ્થાનમાં, અતિ પ્રકટ પણ નહિ અને અતિ ગુપ્ત પણ નહિ, એવા ઘણા દ્વારે વિનાના ઘરમાં રહેવું.
સારા પાડોશમાં રહેતાં આપણાં જીવન પર સારી અસર થાય છે અને ખરાબ પાડોશમાં રહેતાં આપણાં જીવન પર ખરાબ અસર થાય છે. “કયા પાડોશને ખરાબ