________________
૧૩
સામાન્ય ગૃહસ્થ છે અને અતિથિ તથા સ્નેહીજનેને યોગ્ય સત્કાર થઈ શકે છે. વેશ્યાઓને રખાત તરીકે રાખવાથી કે મુક્ત સહચારથી આમાને કોઈ લાભ મળી શકતું નથી, એટલે. ગૃહસ્થ ગ્ય વિવાહ કરીને પિતાનું જીવન ગાળવું હિતાવહ છે. કેઈને નિષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું હોય તો તેણે ગૃહસ્થાશ્રમમાં ન રહેતાં સાધુજીવનને સ્વીકાર કરી લે ઈષ્ટ છે.
(૩) શિષ્ટાચારપ્રાંતા–શિષ્ટાચારવાળાની પ્રશંસા કરવી. જે પુરુષે જ્ઞાનવૃદ્ધની પાસે રહીને શિક્ષા પ્રાપ્ત કરે છે, તે શિષ્ટ કહેવાય છે. તેમનું આચરણ સામાન્ય રીતે આવું હોય છેઃ (૧) સર્વની નિંદાને ત્યાગ કરે. (૨) સજજન પુરુષોની પ્રશંસા કરવી. (૩) આપત્તિમાં ધેય ધારણ કરવું. (૪) અભ્યદયમાં એટલે ચડતીના સમયમાં ક્ષમા રાખવી. (૫) પ્રસંગ અનુસાર થોડું બેલવું. (૬) ખોટા વાદવિવાદને ત્યાગ કર. (૭) સ્વીકારેલાં કાર્યને પાર પાડવું. (૮) કુલધર્મનું પાલન કરવું. (૯) ખોટા ખર્ચને ત્યાગ કર. (૧૦) મુખ્ય કાર્ય કરવાનો આગ્રહ રાખો. (૧૧) પ્રમાદ કે આળસનો ત્યાગ કરે. (૧૨) લોકાચારનું પાલન કરવું. (૧૩) ઉચિત પ્રવૃત્તિ કરવી. (૧૪) કઠે પ્રાણ આવ્યા હોય તે પણ નિંદ્ય કામમાં જોડાવું નહિ. આ આચરણની પ્રશંસા કરવી એટલે તેને સારું માનીને તેમાં પ્રવૃત્ત થવું. . (૪) અરિષફવરાજનં–કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અંતરનાં શત્રુ ગણાય છે, તેને ત્યાગ કરે. કામ એટલે અન્ય પરિગ્રહીતા, કન્યા, વિધવા વગેરે