________________
૨૨
આદર્શ ગૃહસ્થ
ઉતર. (૪) શરીર ભારે લાગવું. (૫) અન્ન પર રુચિ ન થવી. (૬) ખરાબ ઓડકાર આવવા વગેરે. અજીર્ણને દૂર કરવાના ઉપાયો અનેક છે, તેમાં આહારત્યાગને ઉપાય સહુથી શ્રેષ્ઠ છે, તેથી જ અહીં અજીર્ણ હોય તે જમવું નહિ, એવી શિક્ષા અપાયેલી છે.
(૧૭) શાહે મુક્તિઃ સારાચત–અવસરે પ્રકતિને અનુકૂળ લાલસા વિના જમવું. ગૃહસ્થ કેવું ભેજન કરવું? તે માટે અહીં ત્રણ નિયમો જણાવ્યા છે. પ્રથમ તે ભેજન અવસરે એટલે રેજના સમયે કરવું. એથી ખેરાક પર રુચિ થાય છે અને ખાધેલું પચી જાય છે. એક દિવસ સવારના દશ વાગે તે બીજા દિવસે બપોરના બાર વાગે અને ત્રીજા દિવસે બપોરના દેઢ-બે વાગે એમ ભૂજન કરવાથી ભૂખ મરી જાય છે તથા પાચનશક્તિમાં અવ્યવસ્થા પેદા થાય છે. “સે કામ મૂકીને ખાવું' એ કહેવતને અર્થ એ છે કે કામધંધાની ગમે તેવી ધમાલ હોય તે પણ ખાવાને સમય સાચવી લે.
બીજું, જે ભેજન પ્રકૃતિને અનુકૂળ હોય તેવું કરવું, પણ પ્રતિકૂળ હોય તેવું કરવું નહિ. કયું ભેજના પિતાને અનુકૂળ છે અને કયું ભજન પિતાને પ્રતિકૂળ છે ? એ દરેક મનુષ્ય પોતાના અનુભવથી જાણી શકે છે, છતાં સમજ પડતી ન હોય તે વૈદ્ય, ડૉકટર કે આહારશાસ્ત્રીની સલાહ લઈ એ બાબતને નિર્ણય કરી શકાય છે.
ત્રીજું, ભેજના પિતાની પ્રકૃતિને અનુકૂળ હોય તે પણ લાલસાથી કરવું નહિ. ડાઢે સ્વાદ લાગવાથી પ્રમાણ કરતાં