________________
સામાન્ય ગૃહસ્થધર્મ
૨૩
વધારે ખાઈ લેવું એ લાલસાથી ભોજન કર્યું કહેવાય. એનું પરિણામ સ્વાધ્યના બગાડમાં જ આવે. ઊણે દરી રહેવામાં કેટલા ફાયદા છે, તે તપની મહત્તા નામના આઠમા નિબંધમાં જોઈ શકાશે.
(૧૮) વૃત્તરચાનવૃદ્ધા –સારી વર્તણુકવાળા અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. નઠારી વર્તણૂકમાંથી નિવૃત્ત થનાર અને સારી વર્તણૂકમાં સ્થિર થનારને વૃત્તસ્થ કહેવાય છે અને જેમને જ્ઞાનખજાને વિપુલ હોય છે, તેમને જ્ઞાનવૃદ્ધ કહેવાય છે. આ બંને પ્રકારના પુરુષની સેવા કરવાથી આચરણ સુધરે છે તથા જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
(૧૯) રાષિકવર્તનપૂ–નિંદ્ય કામમાં પ્રવૃત્તિ કરવી નહિ. જે કામ સમાજમાં અધમ, હલકું કે નિંદ્ય ગણાતું હેય તેમાં પ્રવૃત્તિ કરવાથી પ્રતિષ્ઠાને નાશ થાય છે અને પ્રતિષ્ઠાને નાશ થયે કમશઃ સર્વનો નાશ થાય છે. કેઈ મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મ્યો હોય પણ નિંદ્ય પ્રવૃત્તિ કરે તે એ પિતાનાં સ્થાનેથી ઉતરી પડે છે અને કે મનુષ્ય હલકા કુળમાં જન્મ્યો હોય પણ સારાં કામ કરે તે ઉન્નતિને પામે છે. આ વસ્તુ લક્ષમાં રાખી નિંદ્ય પ્રવૃત્તિ કરવી નહિ.
(૨૦) અજમા –જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેનું ભરણપોષણ કરવું. માતા, પિતા, દાદા, દાદી, પત્ની, પુત્રાદિ પરિવાર તથા આશ્રયે રહેલાં સગાંવહાલાં અને કરચાકર ભરણપોષણ કરવા યોગ્ય છે. તેમાં માતપિતા, સતી સ્ત્રી અને પિતાના નિર્વાહની જેમાં શક્તિ નથી તેવા પુત્રપુત્રી