________________
८
આદર્શ ગૃહસ્થ
રૂપ હોવાથી • માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા’ તરીકે
૮
પણ પ્રસિદ્ધ છે.
આ ગુણ્ણાના ક્રમ જુદા જુદા મહષિઓએ જૂદી જૂદી રીતે બતાવ્યા છે, પણ તેમાં મૌલિક ભેદ કોઈ પ્રકારના નથી. અહીં બતાવેલા ગુણાના ક્રમ પૂજ્ય મહેાપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવરે ધર્મ સંગ્રહમાં જણાવ્યા મુજબના સમજવા.
(૧) ન્યાયસંપન્નવિમવત્તા-વૈભવ ન્યાયથી મેળવવા. ગૃહસ્થને જીવનનિર્વાહ માટે ધનની જરૂર છે, તેથી તેણે ધન મેળવવા માટે પ્રયત્ન કરવા રહે. આ પ્રયત્ન ધધારૂપ અને નાકરીરૂપ એમ અને પ્રકારના હોઈ શકે છે. તેમાં ધંધા કરનારે મનતાં સુધી બાપદાદાએ ખેડેલા ધંધા જ ખેડવા જોઈએ, જેથી તે ધંધા જલ્દી હાથ બેસી જાય અને આજીવિકા સફલતાથી ચાલી શકે. પરંતુ એ ધા નિદ્ય હાય જેમ કે ચારી કરવી, ધાડ પાડવી, વાટ આંત રવી, ઠગાઈ કરવી, દારૂ ગાળવા, જુગારખાનું ચલાવવુ, કુટ્ટણખાનું ચલાવવું, પશુઓના શિકાર કરવા, માછલાં પકડવાં, મનુષ્યને પકડીને વેચવા વગેરે, તેા એ ધંધાને-ત્યાગ કરીને અનિંદ્ય ધંધા સ્વીકારવા. આ ધધંધા તથા નાકરીમાં ન્યાયથી વતી ધન પેદા કરવું, પણ અન્યાયના આશ્રય લઈને ધન પેદા કરવું નહિં. સ્વામી કે માલીકના દ્રોહુ કરવા, મિત્રાને ઠગવા, જેણે આપણામાં વિશ્વાસ મૂકો હાય તેની વચના કરવી, એક યા ખીજા પ્રકારે ચારી કરવી, લાંચરૂશ્વત લઈને માલીકનું કામ ખ઼ગાડવુ કે તેના