Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ CGACRCRCRCACRCRCRCRCRCRCRC8030303030303000 બંધુદત્તનું કથા – બંધુદત્તની કથા (ગયા અંકથી ચાલુ...) તું આવાં દુર્વચનો બોલવાથી મરીને બકરો થયો. પૂર્વ દોષથી તારી જીભ કુંઠીત થઇ, ત્યાંથી મરીને તું શિયાળ જીભ સડી જવાથી મૃત્યુ પામીને સાકેતનગરમાં રાજમાન્ય વેશ્યાને ત્યાં પુત્રપણે જન્મ થયો. યુવાન થતાં મદિરાપાનથી ઉન્મત્ત થએલો તું રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યો.રાજપુત્રે તને વાર્યો, તેને પણ તું ઉચ્ચસ્તરે આક્રોશ કરવા લા યો. તેથી રાજપુત્રે તારી જીભ છેદી નાખી. તું લજ્જા પામી અનશન કરી મૃત્યુ પામી આ ભવમાં બ્રાહ્મણપુત્ર થયો. હજુ પણ પૂર્વ ભવનું થોડું કર્મ ભોગવવાનું બાકી છે. એટલે આવું બોલે છે. આ સાંભળી મને વૈરાગ્ય થયો અને મંન્યાસી બન્યો. ગુરૂસેવામાં તત્પર બનવાથી ગુરૂએ આઠ નહિ. | મને તલોદઘાટીની વિદ્યા સાથે આકાશગામીની વિદ્યા આપી કહ્યું કે ધર્મ અને શરીરના રક્ષણ સિવાય આ વિદ્યાનો ઉપયોગ કરવો નહિ. પ્રમાદથી અસત્ય બોલી જવાય તો નાભિ સુધી જળમાં રહી ઉચા હાથ કરી આ બે વિદ્યાનો એક હજારને વાર અપ કરવો. વિષયની આશક્તિથી ગુરૂશિક્ષા ભુલી ગયો. મેં અનેક વિપરીત કાર્યો કર્યા ઘણી વખત મૃષા બોલ્યો તેનું પ્રાયશ્ચિત પણ કર્યું નહિ. એક રાત્રે સાગર શ્રેષ્ઠિના ઘરમાં ચોરી કરીને બહાર નિકળતાં રાજસેવકોએ મને પકડી લીધો. તે વખતે મે આકાશગામિનિ વિદ્યા સંભારી પણ યાદ આવી આ બધું સાંભળ્યા પછી મંત્રી એ કહ્યું કે ‘“તે ચોરેલી બધી વસ્તુ મળી પણ તાંબાનો ઘડો કેમ ન મળ્યો. તેણે કહ્યું ‘જ્યાં મેં દાટ્યો હતો ત્યાંથી કોઇ લઇ ગયો લાગે છે. આ સાંભળી મંત્રીએ સંન્યાસીને છોડી મુક્યો અને મામ ભાણેજને બોલાવી કહ્યું કે તમે સાચી વાત કરશો તો તમને પણ છોડી દેશું. તેઓએ યથાર્થ હકીકત કહેતા તેઓને પણ છોડી દીધા. ત્યાંથી તેઓ બન્ને આગળ ચાલ્યા તો રસ્તામાં ચંડસેનના માણસો બલીદાન માટે પુરૂષોને શોધતા હતા. તે બન્ને મામા ભાણેજને પકડી ચંડસેન પાસે લઇ ગયાં. ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઇને ચંડસેન દેવી પાસે આવ્યો. પ્રિયદર્શના બલીદાન જોઇ શકશે નહિ તેમ ધારી તેની આંખે પાટા બાંધી પુત્રને લઇને બલીદાન દેવા માટેના એક પુરૂષને તેડાવ્યો. દૈવયોગે પ્રથમ બંધુદત્તને જ લાવવામાં શ્રી જૈનશાસન (અઠવાડીક) કર્મના થયો. * વર્ષ:૧૫ અંક ઃ ૨૩ * તા. ૦૮-૪-૨૦૧૩ આવ્યો. ચંડસેને પ્રિયદર્શનાને કહ્યું કે દેવીની પૂજા કરો. પ્રિયદર્શના વિચારવા લાગી કે મારા માટે દેવીને પુરૂષનું બલીદાન અપાય તે ઠીક નથી. બંધુદત્ત મોટેથી નવકારનું સ્મરણ કરવા લાગ્યો. તેના શબ્દો પતિના જેવા લાગતાં પ્રિયદર્શનાએ પાટા છોડી જોયું તો બંધુદત્ત હતો. તેથી ચંડસેનને કહ્યું કે, “ હે ભાઇ? તમારી પ્રતિજ્ઞા સત્ય થઇ આ તમારા બનેવી બંધુત્ત જ છે. પછી ચંડસેન બંધુદત્તને પગે પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. બંધુદત્તે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદ્દેશી કહ્યું કે ‘આપણો મેળાપ કરાવનાર ચંડસેનનો કંઇ પણ અપરાધ નથી. ઉલટા આપણા ઉપગારી થયા છે. પછી બંધુદત્તે ચંડસેનને કહીને બલીદાન માટે લાવેલા બધાં પુરૂષોને છોડી મુક્યા. ચંડસેનને પુછ્યું કે તમે આવું કામ કેમ કર્યું ? ચંડોને દેવીની માનતાની બધી હકીકત કહી. ત્યારે બંધુદત્તે કહ્યુ કે ‘દેવીની પૂજા જીવતાઘાતથી થાય નહિ, પણ પુષ્પાદિકથી કરવી જોઇએ. આજથી જતમે હિંસા, જૂઠ, ચોરી, પરી અને પર ધનનો ત્યાગ કરો. ચંડસેને તેનું કહેવું કબુલ કર્યું. એટલે દેવી પ્રત્યક્ષ થઇ બોલી કે ‘‘હવે તમે બધા બંધુદત્તના કહેવા મુજબ મારી પુષ્પથી પૂજા કરજો. આ સાંભળીને ઘણા જીવો ભદ્રક પ્રકૃતિવાળા બની ગયા. | પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યાં. બંધુદત્તે તે પુત્ર પોતાના મામા ધનદત્તને આપ્યો અને પ્રિયદર્શનાને મામાની ઓળખાણ આપતાં તે લાજ કાઢી મામાને પગે લાગી. ધનદત્તે આશીષ આપી પુત્રનું નામ બાંધવાનંદ પાડ્યું. ચંડસેને બધાને પોતાને ત્યાં લઇ જઇ ભોજન કરાવ્યું અને તેમનું લુંટી લીધેલું ધન પાછું અપગ કર્યું. તેમ જ ચિત્રકનું ચર્મ ચમરી ગાયના વાળ, હાથીદાંત, મુક્તા ફળ વગેરે ભેટ આપ્યાં, બંધુદત્તે કેદ કરેલા બંધુઓ ને છોડાવી દાન આપી વિદાય કર્યા અને મામાને પણ ઘણું દ્રવ્ય આપી તેમના ઘરે પહોંચાડી દીધા-પછીચંડસેનને સાથે લઇ પુત્ર અને પત્નિ સહિત બંધુદત્ત પોતાના નગર નાગપુરીમાં આવ્યો. રાજાએ હાથી પર બેસાડી તેનો નગર પ્રવેશ કર્યો. પુષ્કળ દાન આપતો બંધુદત્ત પોતાને ઘેર આવ્યો. ભોજન કર્યા પછી બંધુઓને પોતાનો સર્વ વૃતાંત ૧૨૧૫ 30 VAL

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 302