________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
કથાણુંવ કાર કરી અને સિદ્ધિગતિ મેળવી. આમ ઘણું જીવોને ભગવાને ઉદ્ધાર કરી જગત્ ઉપર ઉપકાર કર્યો.
ભગવાનને પરિવાર અને નિર્વાણુ. પૃથ્વીતળ ઉપર વિચરતા ભગવાન પાર્શ્વનાથને ભેળ હજાર સાધુ, આડત્રીસ હજાર સાધ્વી, ત્રણસોને પચાસ ચૌદપૂર્વધારી, એક હજારને ચાર અવધિજ્ઞાની, સાડા સાતમે મન:પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસો વૈક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ અને ચેસઠ હજાર શ્રાવકે, ત્રણ લાખ અને સત્તાતેરહજાર શ્રાવિકા આટલે પરિવાર થયો. ભગવાન પોતાને નિર્વાણ સમય નજીક આવ્યો જાણું સંમેતશિખરગિરિ પધાર્યા. અને તેત્રીશ મુનિઓ સાથે ભગવાને અણુશણુવ્રત સ્વીકાર્યું. અંતે શ્રાવણ શુદ ૮ ના દિવસે વિશાખા નત્રત્રમાં ભગવાન તેત્રીશમુનિઓ સાથે પરમ પદ પામ્યા.
ભગવાન પાર્શ્વનાથે ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાલનમાં સીતેરવર્ષ એમ કુલ સે વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભગવ્યું. નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્યાશી હજાર સાતસો અને પચાસ વર્ષ ગયા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મેક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ચેસઠ ઈન્દ્રોએ સમેતશિખર ઉપર આવી પ્રભુના દેહને તેમજ અન્ય મુનિરાજોના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. દાઢા આદિ અવયવે યથાયોગ્ય સ્થાને સ્થાપી એવન કલ્યાણકને મહત્સવ ઉજવી ઈન્દ્રાદિ દેવ સ્વસ્થાને ગડ્યા.
પાશ્વનાથ ચરિત્ર સંપૂર્ણ
=
=
=
==
For Private And Personal Use Only