________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
બહાદત્ત ચક્રવતિ આથી તેણે પિતાને ઉરૂહ ન થાય તે બીકે ગુપ્ત રીતે નમુચિને મારી નાંખવા ભૂતદત્ત ચંડાળને સેંગે. ભૂતદત્ત વિચાર કર્યો કે “મારા પુત્રે આંશિયાર છે. પણ ચંડાળ હોવાથી તેને કઈ ભણાવતું નથી. જે આ પ્રધાન જીવવાની ઈચ્છાએ ભણાવવાનું કબુલ કરે તે હું તેને બચાવું' એમ વિચારી નમુચિને પિતાના મનની વાત કહી. તેણે ભણાવવાનું કબુલ કર્યું. આથી ચંડાળે તેને પોતાના ઘરના ભેંયરામાં ગુપ્ત રીતે રાખે. અહિં તેણે ચિત્ર અને સંભૂતને થોડા વખતમાં સકળ શાસ્ત્રના પારગામી બનાવ્યા. પરંતુ તેને વ્યભિચારીપણાને દેષ નહિ ગયેલ હોવાથી ચંડાળની સ્ત્રીની સાથે પણ પ્યારમાં પડે. આ વાત જતે દિવસે ચંડાળની જાણમાં આવી. તે તેને મારી નાખે તે પહેલાં નમુચિ ત્યાંથી નાસી હસ્તિનાપુર આવ્યું અને સનસ્કુમાર ચક્રીને ત્યાં પ્રધાનપણે રહ્યો.
એક વખત આ બન્ને ભાઈઓ હાથમાં વીણા લઈ નગરના ચોકમાં સંગીત કરવા લાગ્યા. એમના નાદે નગર ગાંડુ બન્યું. અને જેમ વાંસળીના અવાજે હરણ્યાં ભેગાં થાય તેમ નગરની ઓઝલ રહેનારી સ્ત્રીઓ પણ ઘરનાં કામકાજ મુકી તેમનું સંગીત સાંભળવા આવવા લાગી. લેકેનાં ટેળેટોળાં તેમની પાછળ ઉલટવા લાગ્યાં. આથી આભડછેટથી બીનારા લેકેએ રાજાને વિનંતિ કરી કે “હે દેવ! આ બે ચંડાળાએ ગીતથી આકષી સર્વ નગરને મલિન કર્યું છે.” રાજાએ આથી તેમને નગરમાં નહિ પેસવાને હુકમ આપે.
એક દિવસ વારસીમાં કૌમદિ મહોત્સવ હતે. લેકનાં ટેળેટેળાં ગીતગાન ગાતાં નીકળ્યાં. એક શિયાળને શબ્દ સાંભળી
માઇ
ને
ભગ
For Private And Personal Use Only