________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરંગવતી
૭૩
“ચાલે ત્યારે આપણે ઘેર જઈએ.” એમ કહી માતાએ સાથેની સ્ત્રીઓને માટે જરૂરી કામ લેવાથી હું જાઉં છું એમ કહી મારી સાથે અલ્પપરિવાર લઈ ઘેર આવી મારા પિતાને મારા માથાના દુખાવાની વાત કરી.
પિતાએ વૈદ્યો બોલાવ્યા, કેઈએ નાડી જઈ તે કેઈએ મને મેં પ્રશ્નો પુછ્યા. કફ, પિત્ત અને વાયુના અનેક પ્રકરાંતની ગડભાંજ કરતાં મારા તાવનું કેઈ કારણ તેમના હાથ ન લાગ્યું એટલે તેમણે મારું સુકોમળ શરીર અને ફરવા ગયા હતા તે કારણે શ્રમથી તાવ આવ્યું છે, તે નિર્ણય ઉપર આવ્યા. હું તે સોને ઠીક લાગે તેવા અનુમાન કરવા દઈ મૌન રહી. - બીજે દિવસે માથું દુઃખતું બંધ થયું પણ રૂંવેરૂ પતિનું અને પૂર્વજન્મનું સ્મરણ તે વધુને વધુ ગાઢું બનતું ગયું.
મારા અપાર સૌંદર્ય અને પિતાના વૈભવથી અનેક માગાં આવવા માંડયાં. કેઈની ખાનદાની, કેઈની સંપત્તિ તો કે ઈનામાં વિદ્યા, વય કે ગુણની લાયકાતની ખામી કાઢી પિતાએ તે બધાં પાછાં ધકેલ્યાં.
દાન અને તપ અસાધ્ય કાર્યને પણ સાધી આપે છે. તેવા દઢ સંસ્કારથી હું તપ જપ અને દાનમાં જોડાઈ. મેં અનેક વ્રત કરવા માંડયાં. એકસો આઠ આયંબિલ કર્યા, બીજા પણ નાનામોટાં અનેક તપ કર્યા. અનેક ગરીબ ગરબાંઓને દાન આપવા માંડયાં. પૂર્વે ભણેલા ગ્રંથ અવગાહવા
For Private And Personal Use Only