________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી તરંગવતી કહી મારા પતિને અને પેલી નગરશેઠની દીકરી ચક્રવાકી એમ કહી મને ચિંધતા, તે કઈ સરખે સરખું શું યુગલ મળ્યું છે તેમ કહી માથું ધુણવતા.
અમે મારા સસરાની હવેલીએ આવ્યાં. હું સાસુ સસરા પિતા બાંધ બધાને પગે લાગી. મને બોલાવતાં તે અને તેમને બેલાવતાં હું રડી પડી. આમ વાતાવરણ મળવાથી હર્ષવાળું અને દુઃખના શ્રવણથી શેકવાળું એમ મિશ્રિત બન્યું હતું.
મારી સખિ સારસિકા મને મળી અને કહેવા લાગી “સખિ ! તું તે ગઈ પણ મને મુશ્કેલીમાં મુક્તી ગઈ. હું દાગીના લઈ આવી પણ તને ત્યાં ન દેખી એટલે પાછી ગઈ. મને ઉંઘ ન આવી. હું તારા પિતા પાસે ગઈ અને તારા પૂર્વભવના સ્મરણથી માંડી ચાલ્યા ગયા સુધીની બધી વાત કરી. તે સાંભળતાં શેઠ બેબાકળા બની માતા પાસે આવ્યા, અને મુક્તકઠે રોવા લાગ્યાં અને પુત્રિ! પુત્રિ! આ તે શું કર્યું? એમ કહી મેટા સાદે રેતાં આખો પરિવાર જાગી ઉઠે. હવેલીની બહાર માણસ પણ શેઠને ત્યાં શું આપત્તિ આવી પડી તેવા તર્ક વિતર્ક કરવા લાગ્યાં.
થોડીવાર પછી તારા પિતાએ માતાને અને તારા પિતાને બીજા બધા પરિવારે શાંત પાડયાં. સખિ ! મારે તિરસ્કાર સાંભળ પડયે એટલું જ નહિ પણ એક થપાટ પણ ખાવી પડી. આમ છતાં છેવટે તમને સુખી દેખી હું સુખી છું.”
આ પછી મારા પિતાએ વર્ષો સુધી યાદગાર રહે તેવા ઉત્સવપૂર્વક અમારાં લગ્ન કર્યા.
For Private And Personal Use Only