Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 371
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ ગજસુકુમાળી ઘે દેશના પ્રભુ નેમિજી રે, આ છે અસાર સંસાર; એક ઘડીમાં ઉઠ ચલે રે, કેઈ નહિ રાખણહાર. વિધ વિધ કરીને હું કહું રે, સાંભળે સહુ નર નાર; અંતે કેઈ કેહનું નહી રે, આખર ધર્મ આધાર. ગજસુકુમાળને વૈરાગ્યઅંકુર પલવિત થયે. તેણે માતા–દેવકી અને શ્રી કૃષ્ણ પાસે અનુમતિ માગી આંખથી પલવાર છુટા ન મુકેલા ગજસુકુમાળને દીક્ષાની અનુમતિ આપતાં દેવકીને ખુબ આકારૂં લાગ્યું પણ છેવટે ગજસુકુમાળના દૃઢ નિશ્ચય આગળ દેવકીને નમવું પડયું. ગજસુકુમાળે દીક્ષા લીધી અને ભગવાનના ચરણકમળનું શરણું સ્વીકાર્યું. આજ્ઞા આપે જે નેમિજી રે લાલ, કાઉસગ કરૂં સમશાન રે, મન થિર રાખીશ માહરૂં રે લાલ, પામું પદ નિર્વાણ રે. આજ્ઞા આપી નેમિજી રે લાલ, આવ્યા જિહાં સમશાન રે; મન થિર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા ધ્યાને રે. સંધ્યાને સમય હતો. સૂર્યનારાયણ ક્ષિતિજમાં આથમતા હતા, ઉઘાડા શરીરે કાઉસ્સગ ધ્યાને એક યુવાન મહા મુનિ શમશાનમાં આત્મ રમણમાં તલ્લીન હતા. જગતની નશ્વરતા અને અસારતા સામે ભડભડ બળતી ચિતાઓ તેમના ધ્યાનમાં વેગ આપતી હતી. અને કુર પક્ષિઓના અવાજે તેમના હૃદયને મક્કમ બનાવતા હતા. ત્યા સેમશર્મા બ્રાહ્મણ આવ્યું. આ સમશમાં ગજસુકુમાળને સસરે થતો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414