________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
સાધ્વી તરંગવતી ફરી વળી. આ ભયંકર અગ્નિ પણ મને પતિના સહગમાં સુખરૂપ લાગે. સારસિકા ! હું પતિ પાછળ સતી થઈ અને ત્યાંથી મરી હું તરંગવતી થઈ. મારા પતિ ચક્રવાક હાલ કયાં હશે શું કરતા હશે! તેની મને કાંઈ ખબર નથી.
સખિ ! યાદ કર આજથી સાત વર્ષ ઉપર પણ આ તળાવ અને આ ચક્રવાક પક્ષીઓ જોઈ મને મારા પૂર્વભવ સાંભર્યો હતે. પણ આજે તે તેનાં સ્મરણએ મારાં રૂંવેરૂંવાં ખડાં કરી દીધાં છે. પિતા મારે માટેનાં આવેલાં કેટલાંએ માંગાઓની મને માતાદ્વારા જાણ કરાવે છે. પણ તે સ્નેહી પતિ વિના શા કામના ?
હું જોઉં છું કે મને સારે પૂર્વભવને પતિ મળે છે કે નહિ! જે મળશે તો સારું નહિતર સખિ! જગતના ઉદ્ધાર માટે જિનેશ્વર ભગવાને બતાવેલ નિર્વાણને માર્ગ સાધવા સાધ્વી બનીશ.
સારસિકા આ બધી વાત મારા હૃદયની અંતરવ્યથા છે. મારા તે ચક્રવાક પતિ ન મળે ત્યાં સુધી આ વાત તારે મનમાં જ રાખવાની છે.”
“બહેન ધીરજ ધર સૌ કઈ પ્રારબ્ધ મેળવી આપશે.” આમ કહી સારસિકાએ મારી અAભરી આંખો લુછી અને તે મને માતાની પાસે લઈ ગઈ. માતાએ મારી આંખો લાલ અને મેંદ્ર ખિન્ન દેખી માથા ઉપર હાથ મુકી કહ્યું “બેટા ! તું કેમ નિરાશ છે?
“માતાજી કાંઈ નહિ, મારું માથું સખત દુઃખે છે.'
For Private And Personal Use Only