________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી તરંગવતી
મારા અંતરમાં ન સમજાય તે ઝણઝણાટ ઉભું કર્યું, શું થાય છે તે હું સમજી ન શકી. સારસિકાને મેં ખભે પકડ. સારસિકાએ મારા બે હાથ ઝાલ્યા તે પણ હું સ્થિર ન રહી શકી અને જમીન ઉપર ઢળી પડી.
ડીવારે આંખ ઉઘાડી મેં જોયું તે પાસે બેઠેલી સારસિકા મારા માથા ઉપર પાણી છાંટતી હતી. મારી આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને હૃદયમાં થતી અવ્યક્ત વેદનાથી આખું શરીર તુટી પડતું હતું. હિંમત ધરી હું બેઠી થઈ અને સારસિકોને કહેવા લાગી, “સખિ! આ ચક્રવાકોએ અને સવરની રમણીયતાએ મને મારે પૂર્વભવ સ્પષ્ટ યાદ કરાવ્યું છે તે તું સાંભળ.”
“આપણું પડેશમાં જ અંગ દેશ છે. આ દેશની વચ્ચે થઈને ગંગા નદી વહે છે. આ ગંગાના બને કાઠા ઉપર કેટલાંય નગરે ગામડાંઓ અને તળાવે છે. હું પૂર્વભવમાં આ ગંગા નદીના તટ ઉપર આવેલ સરોવર ઉપર આનંદથી રહેનારી ચક્રવાકી હતી. મારે પતિ ચક્રવાક હતા. તે દેખાવે સુંદર અને પ્રકૃતિએ સરળ હતે. જગતમાં ચકલાકમાં જેટલે પ્રબળ અને સાચા સ્નેહ હોય છે તે બીજે કયાંય નથી હોતો. અમે સાથે તરતાં, સાથે ઉડતાં, સાથે ઘાસચારે ચરતાં અને એકબીજાને પરસ્પર ખુબ ચાહતાં.
એક સમયે હું અને મારા પતિ ઝાડની ડાળ ઉપર બેઠાં હતાં, ત્યાં અમે એક કદાવર શરીરવાળા, શરીરે લાલ
For Private And Personal Use Only