________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરગવતી
થવાના, ચાલવાના બધાએ સંસ્કારમાં કુટુંબ ગાંડુ ઘેલું બનતુ અને બધાએ પ્રસંગે ઉત્સવની રીતે મારા પિતા રાષભસેને ઉજવ્યા.
હું બાર વર્ષની થઈ. ધર્મ નીતિ, ગણિત, વાચન, વીણા, વનસ્પતિ વિગેરે શાસ્ત્રો અને સ્ત્રીને એગ્ય સર્વ સંસ્કાર હું રમતાં રમતાં શિખી ગઈ. એક દીવસ હું જિનેશ્વર ભગવંતની પૂજા કરી માતાની સાથે પિતાને નમસ્કાર કરવા ગઈ વખતે માલણે પુષ્પને થાળ ધર્યો. થાળમાં દુધ જેવાં સફેદ સપ્તપર્ણનાં કુલ હતાં. આમાંથી પિતાએ સૌને ચેડાં થોડાં કુલ પૂજન માટે આપ્યાં, પણ એક કુલ પીળું હતું તેના ઉપર મારા પિતાનું ચિત્ત સ્થિર થયું. તેમણે મને કહ્યું “બેટા ! આ બધાં સપ્તપર્ણના કુલ સફેદ અને આ પીળું કેમ ?
“પિતાજીફુલના બધા વર્ણ કુશળ મળી લાવી શકે છે. પણ આ ફુલમાં તેવું કાંઈ બન્યું નથી કુલની સુગંધ જતાં તેમાંથી કમળની સુગંધ આવે છે અને આકૃતિ સપ્તપર્ણની છે તેથી લાગે છે કે નજીકના સરોવરોમાં ઉગેલા કમળ ઉપર બેઠેલા ભ્રમરે આ સપ્તપર્ણ ઉપરથી જતા હશે ત્યારે તેમની પહેલી પરાગથી તેનાં કુલ પીળાં બન્યાં હોવા જોઈએ.”
પિતાએ મારી પીઠ થાબડતાં કહ્યું કે “શાબાશ પુત્રી! હું જે અનુમાન કરતે હતે તેજ તે કહ્યું. છતાં ચાલે બધા તેયાર થાઓ આપણે ઉપવનમાં જઈએ અને શરઋતુની ખીલેલી વનરાજીની શોભાને નિહાળવા સાથે આ સપ્તપર્ણ અને કમળને પણ નિરખીએ.”
તા! કુતકઈ અને આ
For Private And Personal Use Only