________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવી તરંગવતી તે અમારે માટે યોગ્ય નથી. આમ છતાં મારું પૂર્વજીવન સાંભળવાથી કેઈનું પણ કલ્યાણ થતું હોય તો હું કહું છું.
(૨) સાધ્વીની પૂર્વજીવન કથા મધ્ય દેશમાં કૌશાંબી નગર છે, ત્યાં ન્યાયપ્રિય ઉદયન રાજા રાજ્ય કરે છે. આ ઉદયનના રાજ્યમાં રાષભસેન નામના નગરશેઠ રહે છે તેમને સુલક્ષણી વાસવદત્તા નામે સંસ્કારી ધર્મપત્ની હતી.
નિષ્કલંક ગૃહસ્થજીવન જીવતાં આ દંપતીને આઠ પુત્રો થયા છતાં વાસવદત્તા પુત્રીની ખુબ ખુબ ઝંખના કરતી હતી. કેમકે, દુઃખસુખને વિશ્રામ તે માતાને મન પુત્રીજ હોય છે. તેણે પુત્રી માટે કંઈ દેવદેવલાં માન્યાં. છેવટે ગંગાની બાધા રાખી. સારે દીવસે વાસવદત્તા ગર્ભવતી થઈ અને તેને પુત્રી જન્મી. વાસવદત્તાએ માન્યું કે પુત્રી એ ગંગાની બાધાથી– આખડીથી થઈ છે તેથી પુત્રીનું નામ તેણે તરંગવતી રાખ્યું. આ તરંગવતી તે હું અને રાષભસેન તથા વાસવદત્તા તે મારાં માતપિતા.
આ હું તરંગવતી, આઠ ભાઈઓની નાની બેન અને માતા પિતાનું છેલ્લું ખુબ ખુબ બાધા-આખડી ઝંખનાથી પ્રાપ્ત થયેલ રતન. મારું માથું દુઃખવા આવે તો માતા અનેક ઉપચાર કરે મને રાજી રાખવા આઠે ભાઈ અને બધે પરિવાર હાજરા હજુર રહે. મારા બેસવાના, ખાવાના, ઉભા
For Private And Personal Use Only