________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષી તરંગવતી
મ
ગંગા ! કેવાં પવનથી ચાલતાં ઝાડ! આ ચક્રવાકોનાં ટેળાં તે જાણે પ્રેમની પરિસીમા! આ યમદૂત સરખે પારધી ! આ પાણી ઉડાડતે ગજરાજ ! અરે આ પક્ષીને બાણ વાગ્યું ! અને આ બિચારું પડયું ! એકલી અટુલી ચક્રવાકી કળવિકળ બની અહીં ધુમે છે! પારધીએ પક્ષીના મૃતક ઉપર અરે અગ્નિ પ્રગટાવ્યા અને આ ચક્રવાકી શું અગ્નિમાં પડી ? આ બોલતાં પધદેવ ચક્કર ખાઈ હેઠે પડયે, સાથે આવેલા મિત્રોમાંથી કઈ પવન નાંખવા લાગ્યું, કેઈ હાથ પગ દબાવવા માંડ્યું તો કઈ પાણી છાંટવા માંડયું. ડીવારે પદ્ધદેવ સચેત થયા અને કહેવા લાગ્યો “ભાઈ! આ સામાન્ય ચિત્રનથી, પણ મારે પૂર્વજન્મ છે. હું અહીં ચક્રવાક હતો, મારી સ્ત્રી ચક્રવાકી હતી. પારધીથી વિંધાઈ હું જમીન ઉપર પડ્યું. તે તે મને બરાબર સાંભળે છે, પણ મારી પાછળ મારી સ્ત્રી સતી થઈ તે તે આ ચિત્ર જ કહે છે. શું તેને પ્રેમ ! તે હાલ કયાં હશે ! હું હવે તેના વિના કેમ જીવીશ ?” પાસે ઉભેલ સારસિકાને પુછ્યું કે “આ નગરને મુગ્ધ કરનાર અને મારા આત્માને જાગૃત કરનાર આ ચિત્ર કોણે ચિતર્યા છે?
સારસિકાએ જવાબ આપે. “રાષભસેન શેઠની પુત્રી તરંગવતીએ આ ચિત્ર દેર્યા છે, તેણે તે ક૯૫નાથી નથી દેય પણ પિતાને પૂર્વભવ ચિત્રમાં તેણે ચિતર્યો છે.”
અષભસેનનું નામ સાંભળી પદ્મદેવે નિસાસો નાખે, “ધન અને પ્રતિષ્ઠામાં રાચતા આ શેઠે ભલભલાનાં મારાં નકાર્યા છે. તે મારા જેવાનું મારું કેમ સ્વીકારશે ?” ગમે
For Private And Personal Use Only