________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મદત્ત ચક્રવતિ
બે કાંકરા નેત્ર ગયાં. ચકીના આરક્ષકે એ શેવાળ બાળકને પકડયે. ત્યારે તેણે આ કામ માટેના ખરા ગુન્હેગાર બ્રાહ્મણને બતાવ્યું. અંધ બ્રહ્મદત્ત બ્રાહ્મણને નાશ કર્યો એટલું જ નહિ પણ દરરોજ બ્રાહ્મણેની આંખને થાળ પિતાની આગળ ધરવાનું મંત્રીઓને ફરમાવ્યું. વિચક્ષણ દયાળુ મંત્રીઓ રાજાની આગળ આંખના જેવાં લેષ્માતક ફળને થાળ ધરતા. રાજા બ્રાહ્મણની આંખે પાની દાંત પીસી ફેડતો. આમ સેળ વર્ષ સુધી મનથી ઘેર પાપ કરતે ધર્મવિહીન બ્રહ્મદત્ત મૃત્યુ પામી સાતમી નરકે ગયે.
બ્રહ્મદત્ત ચક્રવતિ અઠયાવીશ વર્ષ કુમારવયમાં, છપ્પન વર્ષ માંડલિકપણુમાં, સેળ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છ વર્ષ ચક્રવતિ પણમાં એમ કુલ સાત વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભેગવી સાતમી નરકે ગયે.
ચૌદ રત્ન, ચોસઠ હજાર સ્ત્રીઓ અને સેળ હજાર યક્ષે ન તે તેને નરકે જતાં બચાવી શક્યા, કે ન તે તેની વેદનાનું રક્ષણ કરી શકયા. અંતે બે બાંધવોમાંથી એક બાંધવ ધર્મચક્રી બની મુક્તિ પામે. બીજે બાંધવ પખંડ રૂપ પાયાદ્ધિ સાધી ચકી બની સાતમી નરકે સિધાવ્યું અને આમ સદા માટે તેમની બાંધવતાને અંત આવ્યું. [ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર. ઉપદેશમાળા. ઉત્તરાધ્યયનવૃત્તિ ]
For Private And Personal Use Only