________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
આઘાત ન લાગે માટે પિતાના પુત્રના મૃત્યુની વાત આગળ કરી હતી. હું માનું છું કે આ બ્રાહ્મણ બીજે કઈ નહિ પણ મને સ્થિર રાખવા બ્રાહ્મણવેશે પધારેલ ઇંદ્ર હતા.
સુબુદ્ધિ મંત્રીએ આંસુ લુંછી ભારે અવાજે કહ્યું. “રાજન ! બુદ્ધિશાળી મનુષ્યએ જગતની નાશવંત અવસ્થા જાણ્યા પછી વિવેક વિકલ ન થવું જોઈએ.” મંત્રીએ રાજાને ઇંદ્રજાળિકનું દષ્ટાંત આપી કહ્યું કે “હે રાજન ! એક રાજાને ત્યાં વસંતઋતુમાં એક ઇંદ્રજાળિક આવ્યું. તેણે કહ્યું કે, “સાતમે દિવસે સર્વ નગર પાણીમય થઈ જશે.” કેઈએ આ વાત ન માની પણ સાતમે દિવસે ગરવ કરતો વરસાદ વરસવા માંડયે, લેકે તણાવા લાગ્યા. રાજા અગાસી ઉપર ચડ્યો. ત્યાં પણ પાણી ઉભરાયું. રાજાએ જે ઝંપાપાત કર્યો કે તુર્ત તેણે પિતાની જાતને સિંહાસન ઉપર જોઈ પછી ચારે બાજુ નજર ફેંકી તે તેણે ન દેખ્યું પાણી કે પાણીનો ઉપદ્રવ. તુર્તા ઇંદ્રજાળિક રાજા આગળ હાજર થયે અને રાજાને કહેવા લાગ્યું કે “મહારાજ ! આ તે મારી કલા હતી. આ પછી રાજા વિચારમગ્ન બન્યા અને ઇંદ્રળિકના ચોમાસાની પેઠે આ સર્વ સંસાર ઇદ્રજાનિક સમાન છે. તેમ સમજી સંસાર તજી દીક્ષા લઈ તેણે સ્વશ્રેય સાધ્યું. આમ સર્વેએ જુદાં જુદાં દૃષ્ટાંત આપીને રાજાને શોકરહિત બનાવ્યા.
તેટલામા ગંગાના જળના ઉપદ્રવની પ્રજાએ બુમ પાડી. સગરચક્રીએ જન્હના પુત્ર ભગીરથને મેકલ્યો. તેણે અઠ્ઠમ તપ કર્યો અને જવલનપ્રભદેવને આરાધી ગંગાને સમુદ્રમાં વાળી પ્રજાને સુસ્થિત કરી. આથી ત્યારબાદ ભગીરથના નામથી ગંગા ભાગિરથી કહેવાઈ.
For Private And Personal Use Only