________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કમઠની સ્ત્રી વરૂણને તેમાં સાક્ષિભૂત રાખી. રાજાએ કમઠને બેલા અને તેને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી નગર બહાર કાઢી મૂક્યો.
કમઠ સમગ્ર શહેરમાં ચવાઈ ગયે. આથી તેણે તાપસ આશ્રમમાં જઈ ઉગ્ર તપ કરવા માંડયું. થોડા દિવસ બાદ સરળ પ્રકૃતિના મરૂભૂતિને પશ્ચાતાપ થયે અને તે કમઠ પાસે જઈ ક્ષમા માગી કહેવા લાગ્યો કે “ભાઈ ! મારે અપરાધ ક્ષમા કરે.” પણ કમઠને ક્રોધ વધુ તીવ્ર બન્યું. તેણે પાસે રહેલી શિલા ઉપાડી તેના માથા ઉપર ફેંકી. આથી મરૂભૂતિ મૃત્યુ પામી વિંધ્યાચળમાં યૂથાધિપતિ થયા. કમઠની સ્ત્રી વરૂણ પણ પતિના ખરાબ કાર્યથી શેકસહિત મૃત્યુ પામી તે અટવીમાં યૂથાધિપતિની પ્રિય હાથિણી થઈ.
પિતનપુરના રાજા અરવિંદ સ્ત્રીઓ સાથે અટાળીમાં બેઠા બેઠા આકાશને નિહાળે છે. જોતજોતામાં પચરંગી મેથી આકાશ વિવિધ રંગવાળું બન્યું. રાજા આનંદ પામ્યું. પણ થોડી જ વારમાં પવનના ઝપાટે સર્વે વાદળાં વિખરાયાં સાથે અરવિંદના અજ્ઞાન પડળે પણ વિખરાયાં અને તે આત્મધ્યાનમાં લીન બન્યું. તેણે વિચાર્યું કે “જે આ મેઘ તેજ આ જગતને સર્વ સંગ છે. તુર્ત પુત્ર મહેન્દ્રને બેલા, અને રાજ્યગાદી ઉપર આરૂઢ કરી સામંતભદ્રાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી.
ઉપસર્ગ પરિસહ સહન કરતા અરવિંદ મુનિએ એક વખત સાગરદન સાર્થવાહ સાથે અષ્ટાપદ તરફ વિહાર કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર આવી જીનેશ્વર ભગવંતના
For Private And Personal Use Only