________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાદ્યનાથ ચરિત્ર
કુમારે ઉદ્યાનની મધ્યમાં એક પ્રાસાદ દેખ્યો. પ્રાસાદમાં પ્રવેશી અહુ પ્રતિમાને પ્રણામ કર્યાં અને ત્યારબાદ રગમડપમાં ચિત્રા નિહાળવા લાગ્યા. આ ચિત્રામાં નેમિનાથ ભગ વાનના જીવનનું આલેખન હતું, તેમાં રાજીમતીના ત્યાગ, પશુઓના પાકાર, ગિરનારમાં આવવું,કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ સર્વ આલેખેલુ હતુ. પાકુમાર આ જોઇ, વૈરાગ્ય ભાવિત થયા. કે તુરત અવસર જાણી લેાકાન્તિક દેવેએ ‘નાથ ! તીર્થ પ્રવર્તાવા’ ની વિનંતિ કરી. ભગવાને વાર્ષિકદ્વાન આપવા માંડયું અને વર્ષને અંતે વિશાળા નામની શિમિકા ઉ પર આરૂઢ થઈ આશ્રમ ઉદ્યાનમાં પધાર્યા. અને પાષ વદ ૧૧ ના દિવસે અનુરાધા નક્ષત્રમાં અઠ્ઠમ તપ પૂર્ણાંક ત્રણસો રાજાએ સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લેતાંની સાથેજ ભગવાનને મન:પર્યાંવ જ્ઞાન થયું. દેવાએ દીક્ષાકલ્યાણક મહાત્સવ ઉજવ્યો.
ભગવાન આત્મધ્યાનમાં રમણ કરતા એ દિવસ ખાદ કાપટ નામના ગામમાં પધાર્યાં અને ધન્યને ત્યાં તેમણે પરમાનથી પારણુ કર્યું. દેવાએ પંચદિવ્ય પ્રગટ કર્યાં. અને પારણાના સ્થાને ધન્ને રત્નપીઠ સ્થાપી.
(૩) શ્રમણ અવસ્થા કલિકુંડ તીર્થં
ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા કાર્દભરી અટવીમાં આવ્યા અને ત્યાં રહેલ કુંડ સરાવરના કાંઠે કાઉસગ્ગ ધ્યાને
For Private And Personal Use Only