________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાણુવ કુકટેશ્વર તીર્થ ભગવાન ગ્રામ, અરણ્ય, પર્વત વિગેરેમાંથી પસાર થઈ અનુક્રમે રાજપુર નગર સમીપે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વામાં તે નગરના રાજા ઈશ્વરને સેવકે સમાચાર આપ્યા કે ભગવાન અહિં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. રાજા તુ ભગવાન ના કાઉસગ્ય સ્થાને હર્ષભેર આવ્યા. ભગવાનને દેખતાં તેનું મગજ ભમવા લાગ્યું. અને તે મૂછ ખાઈ જમીન ઉપર ઢળી પડશે. મૂછ ઉતરતાં તે બે કે “મને ભગવાનને દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું છે. હું પૂર્વ ભવમાં વસંતપુર નગરમાં દત્ત નામનો બ્રાહ્મણ હતા. મારા શરીરે કેઢ રેગ થયો. સગા અને સંબંધી મારી તરફ બેદરકાર બન્યા. મને જીવન ઉપર કંટાળે ઉપજ્યો અને હું જીવનને અંત આણવા ગંગામાં જે કુદકો મારવા ગયો કે તુર્ત આકાશમાર્ગે જતા મુનિએ મને રોક્યો. મુનિ હેઠા ઉતાર્યા. અને મને કહેવા લાગ્યા કે “દુઃખનું ઔષધ મૃત્યુ નથી પણ ધર્મ છે?” મેં તેમની પાસે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો અને ત્યારથી મેં મારું જીવન ધર્મમાર્ગે વાળ્યું.
એક વખત હું જીનમંદિરે ગયો. ત્યાં મેં ભગવાનના દર્શન કર્યા. અને ત્યારબાદ મુનિને વંદન કરી તેમની પાસે બેઠે. આ અરસામાં પુ૫કલિક નામના એક શ્રાવકે મુનિને કહ્યું કે આવા રોગી માણસે જીનમંદિરમાં આવી શકે ખરા?''મુનિએ જવાબ આપે કે “અવગ્રહનું પાલન અને અશાતનાને ત્યાગ કરી ખુશીથી આવી શકે અને દેવવંદન કરી શકે.” ફરી પુકલિકે મુનિને પૂછયું કે “આ માણસ મરીને
For Private And Personal Use Only