________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
કથાવ
આઠમે અને નવમે ભવ–સુવણબાહુ
ચકવતિ અને દેવ. આ જંબુદ્વીપના પૂર્વવિદેહમાં પુરાણપુર નામે એક નગર હતું. ત્યાં ઈંદ્રસર વજુબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુદર્શના નામે પટરાણી હતી. કેટલાક કાળ બાદ વજનાભને જીવ રૈવેયકથી ચ્યવી સુદર્શનાની કુક્ષિની વિષે ઉત્પન્ન થયો. સુદર્શનાએ ચક્રવર્તિના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્ન દેખ્યાં. પૂર્ણમાસે પુત્રને જન્મ થતાં રાજાએ સુવણુબાહુ એવું નામ પાડયું. ધાવમાતાઓ અને અનુચરોથી સેવાતો સુવર્ણકાંતિ સરખે સુવર્ણબાહુ બાલ્યવયને પસાર કરી યૌવન અવસ્થા પામ્ય.
સમય જતાં રાજાએ સુવર્ણબાહુને રાજગાદી ઉપર સ્થાપન કર્યો. અને તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી શુદ્ધ ચારિત્ર પાળી સૌધર્મદેવલેકે ગયે.
એક વખત સુવર્ણબાહ રાજા અશ્વને ખેલાવતાં એક વક્રશિક્ષાવાળા અશ્વ ઉપર આરૂઢ થતાં જ અશ્વ પવનની પેઠે નાસવા માંડે. જોતજોતામાં તે ઘણી જમીન કાપી એક અટવીમાં પેઠે અને એક સરોવર નજીક ઉભે રહ્યો. રાજા અશ્વ ઉપરથી ઉતર્યો, તેણે અશ્વને નવરાવ્યું અને પાણી પીવડાવ્યું તેમ પોતે પણ પાણી પી સ્નાન કર્યું. અને ઘડીક વિસામે લઈ રાજા આગળ ચાલ્યા. તેવામાં તેની નજર એક તપવન ઉપર પડી. રાજા તખેવન તરફ વળ્યો. તાપને જોતાં તેણે તેમને નમસ્કાર કર્યા. તાપસેએ તેને આશિર્વાદ
For Private And Personal Use Only