________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કથા વ
તેની માતા રત્નાવલી છે. ખેચરેન્દ્રના મૃત્યુ માદ રાજ્ય માટેના ભાઈભાઈના ઝઘડાથી કંટાળી પુત્રી સહિત તેની માતા આ આશ્રમમાં આવી રહી છે. આ આશ્રમના કુલપતિ ગાલવસુનિ રત્નાવળીના ભાઈ છે. હમણાં એક મુનિવર આ આશ્રમમાં પધાર્યા હતા. તેમને ગાલવમુનિએ પૂછ્યું કેઃ પદ્માવતીના ભત્તું કાણુ થશે?' ત્યારે તેમણે કહ્યું કેઃ ‘સુવર્ણ બાહુચી અશ્વથી હરાઈ અહીં આવશે. તે તેને ભત્તાં થશે.’ રાજાએ ગાલવમુનિને મળવાની ઇચ્છા કરી. તેવામાં મુનિને વળાવી પાછા ફરતા ગાલવનિ રાજાને મળ્યા. પદ્માની પ્રિય સખી નંદાએ સવાતથી મુનિને વાકેફ કર્યાં. મુનિએ અને રત્નાવળીએ પદ્માને સુવર્ણ આહુ વેરે પરણાવી.
'
થોડીવારે પદ્માને સાવકાભાઇ પદ્મોત્તર વિદ્યાધર ત્યાં આવ્યા. રત્નાવલીએ તેને પદ્માના સુવર્ણ બાહુની સાથેના લગ્નની સર્વ વાતથી વાકેફ કર્યાં. પદ્મોત્તરે સુવર્ણ આહુને કહ્યું: આપ મારી સાથે વૈતાઢય પર્વત ઉપર પધારે. ત્યાં આપને અપૂર્વી સામગ્રી અને ઋદ્ધિ પ્રાપ્ત થશે.' રાજાએ કબુલ રાખ્યું, રાજા અને રત્નાવળી ગાલવૠષિના આશીર્વાદ ઝીલતા ત્યાંથી પદ્મોત્તર સાથે વિમાનમાં બેસી રત્નપુર નગરમાં આવ્યા. ઘેાડાજ વખતમાં સમગ્ર વિદ્યાધરાની શ્રેણિએ સુવર્ણ માહુને આધીન થઇ. અને બધા વિદ્યાધરાએ તેમને વિદ્યાધરાના રાજા તરીકે અભિષેક કર્યાં. અહિં રહી સુવર્ણખાહુ ઘણી વિદ્યાધર કન્યાઓને પરણ્યા તેમજ તેણે ઘણી વિદ્યાએ પાતાને સ્વાધીન કરી.
આ પછી સુવર્ણ બાહુ રાજા પદ્મા અને ઘણી ખેચર
For Private And Personal Use Only