________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એક વખત વજીનામુનિ આકાશમાગે તીર્થોને વંદન કરતા સુકચ્છવિજયમાં આવેલ જવલનગિરિની મોટી અટવીમાં આવી ચઢયા. સૂર્ય અસ્ત પામતાં મુનિ અટવીમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા શ્વાપદ અને કુર પક્ષીઓના ચિત્કાર વચ્ચે રાત પસાર કરી મુનિ વિહાર કરે છે. તેવામાં છઠ્ઠી નરકમાંથી નીકળી આ અટવીમાં ઉત્પન્ન થએલ કુરંગ, નામે ભીલ તેમને સામે મળ્યો. મુનિને દેખતાં ભીલનાં ભવાં ચઢયાં અને તે બોલવા લાગ્યું કે “સૌ પહેલો આવે અપશુકનિયાળ માણસ કયાંથી મળ્યું. તેણે કાંઈ પણ વિચાર્યા વગર બાણ ચઢાવ્યું અને મુનિના માથા ઉપર ફેંકયું. બાણ ચાંટતાંજ મુનિ નમો ની બોલતા જમીન ઉપર બેસી ગયા. અણુસણ સ્વાકાર્યું. સર્વ ને ખમાવ્યા. બાણ મારનાર ભીલની દયા ખાધી. અંતે ધર્મધ્યાન પૂર્વક મૃત્યુ પામી પૂણ્ય વધારતા મુનિ શૈવેયકમાં લલિતાંગ નામે દેવ થયા. ભિલલ તુર્ત જ ત્યાં આવ્યું. તે મુનિને ઢળી પડેલા દેખી આનંદ પામે અને મનમાં મલકાવા લાગ્યા કે મારૂં ભૂજબળ કેવું સરસ છે કે એક જ બાણે આના પ્રાણ લીધા. અનુક્રમે ઘણું ઘેર કૃત્ય કરી ભીલ પણ સાતમી નરકે ગયે. આમ છઠ્ઠા ભાવમાં પાર્શ્વનાથ ભગવાનને જીવ ક્ષમા, સમતા અને વ્રતમાં આ ગળ વધતાં રૈવેયકે પહોંચે. અને કમઠને જવ નજીવા વૈરને વધારતે ઉત્કૃષ્ટ પાપની ભૂમિરૂપ સાતમી નરકે પહોંચે. આમ બન્નેએ પિતાની ભવ પરંપરા દ્વારા સારા ખોટા ભવ સંસ્કારનું દષ્ટાંત જગત આગળ ધર્યું
For Private And Personal Use Only