________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાવ
ભાગ ૧ ૧ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
(૧)
પૂર્વભવ વર્ણન. પ્રથમ, દ્વિતીય, તૃતીયભવ–મભૂતિ, હસ્તિ અને દેવ.
આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નામે નગર હતું. તેમાં અરવિંદ નામે રાજા રાજ્ય કરતે હતે. તેને ધારિણી નામે રાણું હતી.
તે નગરમાં વિશ્વભૂતિ નામે પુરોહિત હતા. તેને અનુદ્ધરા નામે ભાર્યા હતી, સંસારસુખ ભોગવતાં તેમને કમઠ અને મરૂભૂતિ નામે બે પુત્રે થયા. કમઠ વક્રપ્રકૃતિને અને મરૂભૂતિ સરળ પ્રકૃતિને હતે. કમઠને વરૂણુ સાથે અને મરૂભૂતિને વસુંધરા સાથે પરણાવવામાં આવ્યું.
સમય જતાં વિશ્વભૂતિએ ઘરને ભાર કમઠને પી દીક્ષા ગ્રહણ કરી, મૃત્યુ પામી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. અનુદ્ધ પણ પતિની પછી તપપૂર્વક જીવન વીતાવી મૃત્યુ પામી. પુત્રે મૃતકાર્ય કરી થોડા દિવસે શેક રહિત બન્યા, અને પિતાનું કામકાજ સંભાળવા લાગ્યા.
એક દિવસ પતનપુરના પરિસરમાં હરિશ્ચંદ્ર નામના આચાર્ય પધાર્યા. નગરલોક સાથે તે બંને ભાઈઓ પણ
For Private And Personal Use Only