________________
પૂર્વભૂમિકા ૧૭. ઉષભનાથ : - વર્તમાન ચેવીસીના સર્વપ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રાગૈતિહાસિક કાળમાં થયા હેવાનું મનાય છે. તેમને “આદિનાથ પણ કહેવામાં આવે છે. તેમને જન્મ અયોધ્યામાં થયે હતો. તેમના પિતાનું નામ નાભિ કુલકર હતું. તેમની માતાનું નામ મરુદેવી હતું અને તેમની પત્નીનું નામ સુમંગલા હતું. ઋષભદેવ આ જગતના સર્વ પ્રથમ રાજા બન્યા અને તેમણે અયોધ્યાને રાજધાની બનાવી. તેમણે લુહારચિતારા-વણકર-હજામ-ની ૪ કળાએ સર્વપ્રથમ પ્રકટ કરી. આ કળાઓનાં નામે જેનશાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. તેમણે તેમના ૧૦૦ પુત્રને જુદાં જુદાં રાજ્ય સોંપી જગતના જીવોના હિતાર્થે ધર્મ-પ્રવર્તન માટે દીક્ષા અંગીકાર કરી અને ત્યારથી તેઓ આદિ મુનિ કહેવાયા. દીર્ઘકાળ પર્યત સાધુ ધર્મનું પાલન કર્યા બાદ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ટલાયે વર્ષો બાદ તેઓ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા અને મેક્ષે સંચર્યો. ઋષભદેવના જમાનામાં માનવીનું આયુષ્ય મહજારો વર્ષોનું અને મનુષ્યોની કાયાનું પ્રમાણ ઘણું મોટું હોવાની માન્યતા પ્રચલિત છે. ઋષભદેવનું આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હોવાનું મનાય છે. ઋષભદેવે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત સર્વ પ્રદેશ જીતી પ્રથમ ચક્રવતી રાજા થયા હોવાનું મનાય છે. ઋષભદેવ પછી ૨૦ તીર્થકરે પણ અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયેલ છે અને તેમના અંગે બહુ પ્રમાણભૂત ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. ૮. નેમિનાથ (અરિષ્ટનેમિ) :
નેમિનાથને જન્મ યાદવ કુળમાં થયો હતો. કૃષ્ણના પિતા વસુદેવ અને અરિષ્ટનેમિના પિતા સમુવિ બંને સગા ભાઈઓ હતા. આમ તે કૃષ્ણના કાકાના પુત્ર હતા. દ્વારકાના રાજા ઉગ્રસેનની સુપુત્રી રામતી સાથેના તેમના લગ્નપ્રસંગે થતી પશુહિંસાથી દ્રવિત થતાં અને તેમના હૃદયમાં કરુણાભાવ ઉદ્ભવતાં તેમણે સંસારને ત્યાગી દીક્ષા અંગીકાર કરી. તેઓ રૈવતક (સૌરાષ્ટ્રના ગિરનાર) પર્વત પર ચાલતા થયા, ત્યાં તપશ્ચર્યા કરી અને જ્ઞાનની ચરમ સીમાએ પહોંચ્યાકેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આથી જ ગિરનાર પર્વત જેનધર્મનું એક મહાન પવિત્ર તીર્થ ગણાય છે.
નેમિનાથનું આયુષ્ય ૧ હજાર વર્ષનું હોવાનું મનાય છે અને જૈન પરંપરા મુજબ નેમિનાથ પૂર્વે ૨૧ તીર્થ કરે થયા હતા, પરંતુ તેમની એતિહાસિકતાની સ્થાપનાનું કાર્ય અત્યંત કઠિન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org