Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 12
________________ પૂર્વભૂમિકા માત્ર માને છે. આ બંને માન્યતાઓ હકીકત વિરુદ્ધ છે, કારણ કે આ બંને સ્વતંત્ર, ભિન્ન વિચારપરંપરાઓ છે. એટલું જ નહીં, પરંતુ જૈન પરંપરા બિદ્ધ પરંપરાથી પ્રાચીન છે. મોહન-જો-દડો અને હડપ્પાની સિંધુ સભ્યતા (૩૦૦૦ ઈ.સ.પૂર્વે) જેને સંસ્કૃતિની પ્રાચીનતા પર પૂરતો પ્રકાશ પાડે છે. મેહન-જો-દડો અને હડપ્પામાં મૂર્તિવાદની સ્પષ્ટ ઝલક દેખાય છે. અહીંથી અનેક નગ્ન ચિત્રો અને નગ્ન મૂર્તિઓ પણ પ્રાપ્ત થઈ છે અને આ તપસ્વી યોગીઓનાં ચિત્ર કે મૂર્તિ હોવાનું માની શકાય. મૂર્તિવાદ અને નગ્નતા જૈન સંસ્કૃતિની મુખ્ય વિશેષતા છે. જેને પરંપરાની પ્રાચીનતા અંગે વેદ, તૈત્તિરીય સંહિતા, બ્રહ્મસૂત્ર, ભાગવત વગેરે વૈદિક ધર્મગ્રંથોમાં અને બૌદ્ધોના ત્રિપિટક ગ્રામાં વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે. તેમજ જેને પણ પરંપરાગત રીતે તેમ માનતા આવ્યા છે. શ્રી મહાવીર જૈન પરંપરાના સંસ્થાપક નથી, પરંતુ વીસમા અંતિમ તીર્થકર છે. આ બે પરંપરાઓમાંથી બહધર્મ તેના ઉદ્દભવ સ્થાનમાં ભારતમાંથી મહદ્ અંશે અદશ્ય થયે છે અને વિદેશમાં પ્રસર્યો છે, - જ્યારે જનધર્મ ભારતમાં અદ્યાપિપર્યત જીવંત છે અને ભારતીય જીવનના નિર્માણ અને પરિવર્તનમાં તેનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. પરંતુ તેને પ્રભાવ ભારત બહાર જૂજ પ્રમાણમાં છે. જૈન ધર્મ અને દર્શનમાં અહિંસાનું અદ્વિતીય સ્થાને છે. પાંચ વ, કર્મવાદ, પડદ્રવ્ય, નવત, સ્યાદ્દવાદ (અનેકાંતવાદ) જૈન ધર્મ અને દર્શનના મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. “જૈન” શબ્દ “જિન” પરથી ઉદ્દભવેલ છે. જિન” સંસ્કૃત ધાતુ “જ્ઞ–જીતવું પરથી ઉતરી આવેલ હોઈ તેને અર્થ વિજેતા થાય છે. વિજેતા એટલે પોતાના -અંતઃશત્રુ બે-વિકારે-રાગ-દ્વેષ પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરનાર આત્મા. જિન શબ્દને પ્રયોગ માત્ર તીર્થંકર પૂરતું મર્યાદિત નથી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વે આત્માએ. માટે પણ તેને ઉપયોગ થાય છે. ૪. જન સંસ્કૃતિ અને દ્રાવિડ સંસ્કૃતિ : જેન અને દ્રાવિડ સંસ્કૃતિઓ વચ્ચે અનેક સમાનતાઓ છેઃ ૧. બંને સંસ્કૃતિઓ સરળ, સ્પષ્ટ અને નિરાશાવાદી દષ્ટિકેણુમુક્ત છે. જૈનધર્મ નિરાશાવાદી છે, અત્ સંસારને દુઃખ દૂર્ણ હે.વાનું માને છે. વૈદિક આશાવાદમાં આને અભાવ છે. ૨. બંને અનીશ્વરવાદ તેમજ આત્મા અને જડ પદાર્થો વયેના દ્વવાદમાં માને છે. ૩. બંને પુનર્જન્મ અને કર્મવાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 202