________________
- 1
પ્રકરણ ૧
પૂર્વભૂમિકા ૧. પ્રાસ્તાવિક
ભારતીય સંસ્કૃતિની કેટલીક આગવી લાક્ષણિકતાઓ છે. તે તેની જીવંતતા માટે સુવિખ્યાત છે. તે અનેક તેને સંગમમાંથી ઉદ્ભવેલ એક વિરાટ જીવનસ્ત્રોત છે, અખલિતપણે વહે છે, નવાં નવાં પાણી લે છે, પોતાનાં પાણી દૂર-સુદૂર પર્યત પ્રસરાવે છે, સદાયે પિતાની પ્રગતિ અને તાજગી ભરી રાખે છે અને યુગકાર્યને સાનુકૂળ બની આશીર્વાદરૂપ નીવડે છે. તે એક ધર્મપરાયણ વિરાટ સામાજિક પ્રયોગ પરંપરા છે. તે અનેક પ્રકારના વિચારને વિકાસ છે. તેમાં ન જાણે કેટકેટલી ધારાઓના પ્રવાહ વહ્યા છે. અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે, આ સારીય વિવિધતાનાં ઊડીને આંખે વળગે એવાં બે સ્વરૂપ છે : (૧) બ્રાહ્મણ પરંપરા અને (૨) શ્રમણ પરંપરા. બંને વિચારપ્રવાહે અત્યંત પ્રાચીન છે, અનાદિ છે. બંને હમેશાં સાથે સાથે વહે છે. આ બંને વિચારપ્રવાહોને આધાર માનવજાતિ છે. માનવ સ્વયં આ બંને વિચારધારાઓને સ્ત્રોત છે. આ બંને મને વૈજ્ઞાનિક સત્ય પર નિર્ભર છે. માનવ-વિચાર આ બંને વિચારધારાઓમાં સ્વાભાવિક રીતે વહે છે. કોઈકવાર તે એક વિચારપ્રવાહને વિશેષ મહત્ત્વ અર્પે છે, તે કઈકવાર અન્યને; પરંતુ આ બંને વિચારધારાઓ હંમેશાં અસ્તિત્વમાન છે. કેઈક સમયે એક પ્રવાહ માનવ-સમાજ પર વિશેષ પ્રભાવ પાડે છે, તે અન્ય સમયે બીજો પ્રવાહ અધિક પ્રભાવશાળી બને છે. પ્રવાહ અનાદિ છે, અનંત છે. બંને વિચારપ્રવાહે એકમેકને પ્રભાવિત કરે છે. વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિ સમન્વયાત્મક સંસ્કૃતિ છે અને તેના વિકાસમાં બંને વિચારધારાએનું પોત પોતાનું યોગદાન છે. બંને ધારાઓમાં જેમ અનેક સમાનતાઓ છે તેમ તેમનામાં પોતપોતાની વિશેષતાઓ અને વિભિન્નતાઓ પણ છે, એક વિચારધારા સામ્ય પર અને આમિક વિકાસ (તપ અને ત્યાગ) પર ભાર મૂકે છે; જ્યારે બીજી વિચારધારા વિષમતા પર અને જીવનના બાહ્ય સ્વાર્થ (ભાગ અને મજ) પર ભાર
જે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org