________________
જેનદર્શન
૫. કાળ : - જૈનદષ્ટિએ, કાળ-ગણના માટે ઉત્સર્પિણી અને અવસર્પિણું એવા બે મુખ્ય વિભાગો છે. ઉત્સર્પિણી કાળમાં રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બળ વગેરે પદાર્થોની ક્રમશ: ઉન્નતિ થાય છે, અર્થાત્ ઉત્તરોત્તર સુખવૃદ્ધિ થાય છે; જ્યારે અવસર્પિણી કાળમાં આ પદાર્થોની ક્રમશઃ અવનતિ થાય છે, અર્થાત્ આ સુખમાં કમી (ધટાડા) થતી જાય છે. પરંતુ આ ઉન્નતિ અને અવનતિ સમૂહની અપેક્ષાએ છે, વ્યક્તિની અપેક્ષાએ નથી. ઉત્સર્પિણીની ચરમ સીમા જ અવસર્પિણીને પ્રારંભ છે, અને અવસર્પિણીના અંત ઉત્સર્પિણને પ્રારંભ છે. આ કાળ-ચક્ર ક્રમિક રીતે ચાલતું રહે છે. પ્રત્યેક ઉત્સર્પિણ છ ભાગે-આરાએ (સંસ્કૃતમાં અર) છે : (૧) દુઃખદુઃખ, (૨) દુ:ખ, (૩) દુઃખ-સુખ, (૪) સુખ-દુઃખ, (૫) સુખ, અને (૬) સુખસુખ. અવસર્પિણીના ઉપરોક્ત છ ભાગો ઊલટી ક્રમમાં છેઃ (૧) સુખ-સુખ, (૨) સુખ, (૩) સુખ-દુઃખ, (૪) દુઃખ-સુખ, (૫) દુઃખ, (૬) દુઃખ-દુઃખ. આજે આપણે અવસર્પિણ કાળના પાંચમા આરા-દુઃખ-માં જીવી રહ્યા છીએ. ૬. તીર્થકર :
તીર્થકરને સામાન્ય અર્થ છે તારનાર-માર્ગદર્શક અર્થાત પિતાના ઉપદેશ દ્વારા સંસારના જીવોને સાચા રાહે દોરનાર. તીર્થ એટલે ઓવાર-નદીને કિનારે કે જ્યાં ઊતરીને રહેવાય છે. શાસ્ત્રો અને ચારિત્ર્ય દ્વારા આવો કિનારે રચનાર. તીર્થકર કહેવાય છે. જેને શાસન એ સંસારરૂપી નદી ઊતરવાને ઓવારે-કિનારે છે અને એ બાંધનાર તીર્થકર છે. જૈન ધર્મમાં “તીર્થ કરીને વિશિષ્ટ અર્થ છે. સાધુસાવી, શ્રાવક-શ્રાવિકા એ ચાર તીર્થોને અસ્તિત્વમાં લાવનાર. ઉત્સર્પિણી અને અવસર્પિણું એ બંને કાળ વિભાગોમાં અસંખ્ય આત્માઓ મુક્તિ મેળવે છે. આ, કેવળીઓમાંના તીર્થકર નવા ધર્મની સ્થાપના કરતા નથી પરંતુ તેઓ કાળબળે ધર્મમાં પ્રવેશેલ શિથિલતાને દૂર કરી તેમાં નવું ચેતન રેડે છે. છ આરાઓમાં ફક્ત ૨૪ આત્માઓ જ તીર્થકર (એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધ અથાત તીર્થની સ્થાપના કરનાર)નું પદ પ્રાપ્ત કરે છે. વર્તમાન કાળના ૨૪ તીર્થકરેના નામ નીચે મુજબ છે : (૧) ઋષભદેવ (આદિનાથ), (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪) અભિનંદન, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્વનાથ, (૮) ચંદ્રપ્રભ, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમળનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, અને (૨૪) મહાવીરસ્વામી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org