Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 11
________________ જૈનદર્શન આ રીતે જીવનની બે પરસ્પર વિરોધી વૃત્તિઓ (પક્ષા) બે વિરોધી આચારવિચારમાં અભિવ્યક્તિ પામે છે. આ બંને પરંપરાઓ માનવજીવનની અંતર્ગત બે ભિન્ન સ્વભાવયુક્ત વૃત્તિઓની પ્રતીકમાત્ર છે. બ્રાહ્મણધારામાં વૈદિક, આર્ય કે હિન્દુ પરંપરાને સમાવેશ થાય છે, જયારે શ્રમણ પરંપરામાં જેન, બિદ્ધ અને આ પ્રકારની અન્ય તપપ્રધાન કે યોગિક પરંપરાઓને સમાવેશ થાય છે. શ્રમણ સંસ્કૃતિના ધુરંધરોમાં મહાવીર અને બુદ્ધ ઉપરાંત ગોશાલક, પૂરણકાશ્યપ, અજિતકેશકુંબલી, પકુપકાત્યાયન અને સંજય બેલદિપુરને પણ સમાવેશ થાય છે. ગોશાલકે ચમાવ્ય તત્ મવષ્યતિ-જે થવાનું છે તે થશે-એ નિયતિવાદને નાદ ગૂજત કર્યો હતો. બ્રાહ્મણ પરંપરાનું ઉપલબ્ધ માન્ય સાહિત્ય વેદ છે. જેને અને બદ્ધ પરંપરાઓ સ્પષ્ટપણે શ્રમણ સંસ્કૃતિની શાખાઓ છે અને બંનેને પિતપોતાના પ્રમાણભૂત સિદ્ધાંતગ્રંથે છે. બંને વેદને પ્રમાણ માનતા નથી, ઈશ્વરને વેદના કતાં માનતા નથી, કે વેદોને અપારુષેય માનતા નથી. આજીવિક પણું શ્રમણ સંસ્કૃતિની શાખા છે, પરંતુ તેનું કઈ મૌલિક સાહિત્ય આજે ઉપલબ્ધ નથી. શ્રમણ પરંપરા સામ્ય (સમાજવિષયક અને પ્રાણુ સૃષ્ટિ પ્રત્યે દષ્ટિવિષયક) પર પ્રતિષ્ઠિત છે. ૨. “શ્રમણ શબ્દ : શ્રમણ શબદ માટે પ્રાકૃત સાહિત્યમાં “સમ” શબ્દપ્રયોગ થાય છે. જેન– સૂત્રમાં ઠેરઠેર “સમણ શબ્દ દષ્ટિગોચર થાય છે અને તેને અર્થ “સાધુ થાય છે. આ “સમણુ” શબદનાં ત્રણ સ્વરૂપે શક્ય છેઃ ૧. શ્રમણ, ૨. સમન, અને ૩. શમન. ૧. શ્રમણ શબ્દ “શ્રમ ધાતુમાંથી ઉદ્ભવેલ છે અને તેને અર્થ થાય છે પરિશ્રમ કરવો. તપસ્યાનું બીજું નામ પરિશ્રમ પણ છે. જે વ્યક્તિ પોતાના જ શ્રમથી ઉત્કર્ષ પ્રાપ્તિ કરે છે તે શ્રમણ છે. ૨. સમન એટલે સમાનતા-પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ. ૩. શમનને અર્થ છે શાંત કરવું–કુવૃત્તિઓ-વાસનાઓને શાંત કરવી. શ્રમણ સંસ્કૃતિના મૂળમાં શ્રમ-સમ-શમ એ ત્રિવિધ તત્તે વિદ્યમાન છે. ૩. જન પરંપરાનું મહત્ત્વ : જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા શ્રમણ સંસ્કૃતિની અંતર્ગત હોવા છતાં બંને પરંપરાઓ એક નથી, ભિન્ન ભિન્ન છે. આ હકીકત તદન સ્પષ્ટ હોવા છતાં પ્રો. લાસેન જેવા કેટલાક વિદ્વાન બુદ્ધ અને મહાવીરના સિદ્ધાંતમાં દષ્ટિગોચર સામ્યને લીધે તેમને બે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ ન માનતાં એક જ વ્યક્તિ હોવાનું માને છે, જ્યારે પ્રો. વેબર જેવા વિદ્વાને જૈન ધર્મને બૌદ્ધ ધર્મની એક શાખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 202