________________
(પ્રકાશકીય) પ્રસ્તુત શ્રી "ગુરુ ગુણ રત્નાકર કાવ્યમાં પૂજયપાદ આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિ મ.સા.ના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિ મ.સા.ના ગુણોનું વર્ણન કરવામાં આવેલ છે. ગ્રંથના રચયિતા છે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના પટ્ટધર આચાર્ય શ્રી સોમદેવસૂરિના શિષ્ય પંડિત ચારિત્રહંસવિજયજીના વિનેયસોમચારિત્ર ગણિ. સંવત ૧૫૪૧ની સાલમાં આ કાવ્યની રચના થયેલ છે. આ કાવ્યનું સંશોધન શાસ્ત્રવિશારદ આ. ધર્મસૂરિ મ.સા. ના શિષ્ય મુનિ શ્રી ઈન્દ્રવિજય મ.સા.એ કરેલ છે અને તેને વિ.સં.૨૪૩૭માં ભૂરાભાઈના પુત્ર હર્ષચંદ્ર મુદ્રિત કરી શ્રી યશોવિજયજી ગ્રંથમાળાના (૨૪)માં સણકા તરીકે પ્રકાશિત કરેલ છે. પુનઃ પ્રકાશન પ્રસંગે સંશોધકમુનિભગવંતના ઉપકારને યાદ કરવા સાથે પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ.
પ્રાન્ત આ ગ્રંથના સ્વાધ્યાયથી સમ્યગદર્શનને સહુ કોઈ નિર્મળ કરી શીધ્ર મુક્તિને પામે એ જ શુભેચ્છા.
પ્રાચીન ગ્રંથોના વિશેષ પ્રકાશનનો, લેખનનો લાભ મળતો રહે એ જ એકમાત્ર શુભેચ્છા.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
- ટ્રસ્ટીઓ :(૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૨) લલીતભાઈ રતનચંદ કોઠારી (૩) નવીનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરિભાઈ અંબાલાલ શાહ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org