Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 6
________________ अथ प्रारभ्यत ईशानुग्रहविचारद्वात्रिंशिका | આ પૂર્વેની બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માઓનું સ્વરૂપ વર્ણવ્યું. હવે તેમના નિર્વાહક ઈશાનુગ્રહની વિચારણા આ બત્રીશીમાં કરાય છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ જ વાસ્તવિક રીતે વસ્તુતત્ત્વની વિચારણા કરી શકે છે. ઈશાનુગ્રહવિચારણાથી તેનો વાસ્તવિક નિર્ણય થાય છે, જેથી આત્મા સમ્યગ્દષ્ટિ બની રહે છે. આ રીતે સમ્યગ્દષ્ટિનિર્વાહક ઈશાનુગ્રહ હોવાથી સમ્યગ્દષ્ટિના નિરૂપણ પછી આ બત્રીશીમાં ઈશાનુગ્રહની વિચારણા કરાય છે महेशानुग्रहात् केचिद्, योगसिद्धिं प्रचक्षते । क्लेशाद्यैरपरामृष्टः, पुंविशेष: स चेष्यते ॥ १६ - १॥ “મહેશના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે; એમ કેટલાક કહે છે. ક્યારે પણ જે પુરુષ ક્લેશાદિથી રહિત છે તે મહેશ છે.’’–આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય, વિસ્તારથી આ શ્લોકની જ ટીકામાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યો છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે. પાતંજલદર્શનના અનુયાયીઓ મહેશના અનુગ્રહથી યોગસિદ્ધિ માને છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપાર યોગ છે તેમ જ પાતંજલદર્શનમાં જણાવ્યા મુજબ ચિત્તવૃત્તિનિરોધ યોગ છે. તેની પ્રાપ્તિ અને પ્રાપ્ત એવા તેની રક્ષા સ્વરૂપ યોગની સિદ્ધિ છે. અપ્રામની પ્રાપ્તિ અને પ્રામની રક્ષા સ્વરૂપ, તે તે વસ્તુની સિદ્ધિ છે. એવી યોગની સિદ્ધિ મહેશના અનુગ્રહથી ૧Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58