Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 5
________________ પતંજલિએ જણાવેલાં વિઘ્નો, તેનો ક્ષય અને પ્રત્યક ચૈતન્યની પ્રામિ : તે બધાનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ કાલાતીત નામના શાસ્ત્રકારવિશેષના જણાવ્યા મુજબ પરમાત્માનું સ્વરૂપ એક જ છે. જેમના રાગાદિ લેશો સર્વથા દૂર થાય છે તે જ પરમાત્મા છે. તેમનાં જુદાં જુદાં નામોના કારણે તેમનામાં કોઈ જ ફરક પડતો નથી. તેમ જ તે તે દર્શનકારોએ પરમાત્મામાં જે વિશેષતા વર્ણવી છે, તે પરમાત્માની ઉપાસનામાં ઉપયોગિની નથી. સર્વથા ફ્લેશથી રહિત સ્વરૂપે પરમાત્માની ઉપાસનાથી જ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ઈત્યાદિ માન્યતાનો સ્વીકાર કદાગ્રહના ત્યાગ માટે કરવામાં બાધ નથી : એ જણાવ્યું છે. અંતે પરમાત્મા ધર્મોપદેશ દ્વારા આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે, તે જ તેઓશ્રીનો અનુગ્રહ છે. તેઓશ્રીના પરમતારક વચનને અનુસરી ધર્માનુષ્ઠાન દ્વારા આપણે આપણા આત્માને પરમાત્મસ્વરૂપ બનાવીએ તો જ આપણે પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું... વગેરે જણાવ્યું છે. આ બત્રીશીના છેલ્લા ત્રણ શ્લોકો મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવા જોઈએ. પરમાત્મા પરમાત્મા કઈ રીતે બન્યા; તેઓશ્રીએ તારક તીર્થની સ્થાપના કેમ કરી અને ધર્મદેશના દ્વારા આપણી ઉપર તેઓશ્રીએ કઈ રીતે અનુગ્રહ ર્યો : એ બધાનો વિચાર કરવાથી પરમાત્માના અનુગ્રહનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજી શકીશું. માર્ગદર્શક પરમાત્મા આપણને માર્ગે ચલાવતા નથી. એ કામ તો આપણે જાતે જ કરવાનું છે. અનન્યસાધારણ માર્ગદર્શન પરમાત્માએ કરાવ્યું છે અને અનન્યસાધારણ પુરુષાર્થ આપણે કરવાનો છે. અંતે પરમાત્માના પરમતારક માર્ગદર્શનને અનુસરી દર્શનશાનચારિત્રમય મોક્ષમાર્ગે ચાલવાના એ પુરુષાર્થનો પ્રારંભ કરી પરમાત્માના અનુગ્રહના પાત્ર બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 58